દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!

દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!

ધર્મ RELIGION
Spread the love



આ દ્રશ્યો દ્વારકાના છે. જ્યાં આકાશમાં વાદળનું એક જોરદાર વમળ સર્જાયું. વરસાદી માહોલ વચ્ચે ભમરડાની જેમ જોરદાર ફરતું વાદળનું આ વમળ જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાયા. ભાટિયામાં લોકો આ દ્રશ્યો જોવા માટે અગાશી પર પહોંચી ગયા હતા. કેટલાક લોકો એને ટોર્નેડો ગણાવવા લાગ્યા તો કેટલાક ફનલ ક્લાઉડ ગણાવવા લાગ્યા. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ટોર્નેડો હોય તો તેનો છેડો જમીન સુધી સ્પર્શેલો હોય છે. પરંતુ જ્યારે ફનલ ક્લાઉડ બને ત્યારે એ દેખાવે ટોર્નેડો જેવું જ બવંડર હોય છે પરંતુ તેનો છેડો નીચે અડતો નથી. ભાટિયામાં જોવા મળેલું વાદળનું આ વમળ પણ ફનલ ક્લાઉડ હોઈ શકે છે. સામાન્ય રીતે આવી ઘટના થન્ડર સ્ટોર્મ વખતે વધુ બનતી હોવાનો નિષ્ણાતોનો મત છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *