Final Up to date:
ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં સૌથી વધારે સાત લોકોનાં મોત સુરતમાં નીપજ્યા છે. જ્યારે અમદાવાદ, અરવલ્લી, ખંભાત અને જંબુસરમાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
અમદાવાદ: રાજ્યમાં ઉત્તરાયણના બે દિવસમાં એટલે કે, 14 અને 15મી જાન્યુઆરીના દિવસ દરમિયાન દોરીને કારણે કુલ 11 લોકોનાં મોત નીપજ્યા છે. આ પરિવારોમાં ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં છવાયો છે. ગુજરાતમાં સૌથી વધારે સાત લોકોનાં મોત સુરતમાં નીપજ્યા છે. જ્યારે અમદાવાદ, અરવલ્લી, ખંભાત અને જંબુસરમાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસીસે આપેલી માહિતી પ્રમાણે, બે દિવસમાં કુલ 11,578 ઇમરજન્સી કેસ નોંધાયા છે.
108 ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ (EMS) એ ઉત્તરાયણ 2026 દરમિયાન સરળ કટોકટી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે અદ્યતન આગાહી, વ્યૂહાત્મક તૈનાતી અને ચોવીસ કલાક કામ કર્યું હતું. 14 જાન્યુઆરી 2026 ના રોજ, 108-EMS એ રાજ્યભરમાં 5,897 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. જે સામાન્ય દિવસની તુલનામાં એકંદરે 33percentથી વધારે છે. 15 જાન્યુઆરી 2026ના રોજ એટલે વાસી ઉત્તરાયણમાં રાજ્યભરમાં 5,681 કટોકટીના કેસો નોંધાયા હતા. જે સામાન્ય દિવસની તુલનામાં એકંદરે 28percentથી વધારે છે. એકંદરે, ઉત્તરાયણના બે દિવસ દરમિયાન 108-EMS દ્વારા કુલ 11,578 ઇમરજન્સી કેસ નોંધાયા હતા.
સામાન્ય દિવસની સરખામણીમાં 14 અને 15મી જાન્યુઆરીના દિવસે વધારે ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 14મી તારીખે સામાન્ય દિવસની સરખામણીમાં 33.3 ટકા કેસ વધારે નોંધાયા હતા. બુધવારે કુલ 5897 કેસ નોંધાયા હતા. જ્યારે 15મી તારીખે સામાન્ય દિવસની સરખામણીમાં 18.4 ટકા કેસ વધારે નોંધાયા હતા. ગુરુવારે કુલ 5681 કેસ નોંધાયા હતા.
સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા બ્રિજ પર હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. 35 વર્ષીય રેહાન પોતાની પત્ની અને સાત વર્ષની પુત્રી આયેશા સાથે સુભાષ ગાર્ડન ફરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બ્રિજ પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને ટુ વ્હીલરનું સંતુલન ગુમાવ્યું હતું. બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે પડ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં રેહાન અને માસૂમ આયેશાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્ની રેહાના નીચે ઊભેલી રિક્ષા પર પડતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
Ahmedabad,Gujarat
Jan 16, 2026 12:16 PM IST

