દીકરીઓને સ્કૂલે મોકલવી પણ હવે સુરક્ષિત નથી! એસટી ડ્રાઈવરની કરતૂતથી અરવલ્લી પંથકમાં ચકચાર

દીકરીઓને સ્કૂલે મોકલવી પણ હવે સુરક્ષિત નથી! એસટી ડ્રાઈવરની કરતૂતથી અરવલ્લી પંથકમાં ચકચાર

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક અત્યંત શર્મનાક ઘટના સામે આવી છે. ભિલોડા એસ.ટી. ડેપોના એક ડ્રાઈવરે સ્કૂલે જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.

News18
News18

અરવલ્લી: સ્કૂલ જતી દીકરીઓ પણ હવે સુરક્ષિત ન હોય તેવો વાલીઓ માટે લાલબત્તી સમાન ગંભીર કિસ્સો હાલ ભિલોડા પંથકમાંથી સામે આવ્યો છે. જ્યાં અભ્યાસ માટે એસટી બસમાં દરરોજ મુસાફરી કરી સ્કૂલે જતી સગીર વયની વિદ્યાર્થીની પર એસટી ડ્રાઈવરે જ શારીરિક શોષણ કર્યું હોવાની માહિતી મળી રહી છે. સ્કૂલમાં ભણવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભોગ બનાવી આ કુકર્મને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

ભિલોડા પંથકમાં શિક્ષણ જગત અને સમાજને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભિલોડા એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ રમેશભાઈ ગામેતી નામના શખ્સ સામે ગંભીર આરોપો લાગ્યા છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનનાર 16 વર્ષીય સગીરા નિયમિત રીતે બસમાં સ્કૂલે આવતી-જતી હતી. જે સગીરા પર આરોપી ડ્રાઈવર વિજય ગામેતીએ નજર બગાડી હતી.

આ નરાધમ ડ્રાઈવરે સગીરા સાથે સારી સારી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું અને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો તથા જઘન્ય જાતીય હુમલો કર્યો હોવાનો પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હાલ આ મામલે સગીરાની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ભિલોડા પોલીસે આરોપી ST બસ ડ્રાઈવર વિજય ગામેતી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 64 (બળાત્કાર), કલમ 87 (લગ્નની લાલચે અપહરણ), તેમજ 137 (વાલીની સંમતિ વિના સગીર/અસ્થિર મગજની વ્યક્તિને લઈ જવું) તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *