સોના અંગેના નિર્ણય બાદ સરકારે હવે ચાંદી અંગે એક મોટું પગલું ભર્યું છે. શનિવારે સરકારે ચાંદીની આયાતને ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત શ્રેણીમાં આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાઇસન્સ જરૂરી છે. નોંધનીય છે કે અત્યાર સુધી ચાંદીની આયાત ‘મુક્ત’ શ્રેણીમાં આવતી હતી. સરકારના આ પગલાનો હેતુ દેશના વધતા આયાત બિલને રોકવા અને કિંમતી ધાતુઓની આયાત પર દેખરેખ રાખવાનો છે. આ નિર્ણય ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે 13 મેના રોજ સરકારે કિંમતી ધાતુઓ પરની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી.
શું હતો નિર્ણય?
ગયા બુધવારે સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાતમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી હતી. જે તેને 15 ટકા સુધી વધારી દીધી હતી. આ પગલું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે સતત વધી રહેલા આયાત ખર્ચને ધ્યાનમાં રાખીને અપનાવવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ્ય સોના અને ચાંદીની ખરીદીને નિરુત્સાહિત કરવાનો અને બિન-આવશ્યક આયાતોને ઘટાડવાનો છે. આ નીતિ હેઠળ સોના અને ચાંદી પરની આયાત જકાત 13 મેથી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી હતી. જ્યારે પ્લેટિનમ પરની આયાત જકાત 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી હતી.
અમદાવાદમાં ICC બોર્ડ મીટિંગ, જાણો PCB ચીફ મોહસીન નકવી આવશે કે નહીં
આ સિવાય સરકારે સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા લાદી છે. ફોરેન ટ્રેડ ડિરેક્ટોરેટ જનરલ (DGFT) દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, સોનાની આયાત માટે હવે એડવાન્સ અધિકૃતતા મહત્તમ 100 કિલોગ્રામની મર્યાદાને આધીન રહેશે. જો કોઈ વ્યક્તિ પહેલીવાર એડવાન્સ અધિકૃતતા માટે અરજી કરે છે, તો તેમના ઉત્પાદન એકમનું ફરજિયાત ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણનો હેતુ એકમના અસ્તિત્વ તેની ઉત્પાદન ક્ષમતા અને તેની કાર્યકારી સ્થિતિ ચકાસવાનો છે.
એપ્રિલમાં સોના અને ચાંદીની આયાતમાં ભારે વધારો
એપ્રિલમાં ભારતની સોનાની આયાત 81.69 ટકા વધીને 5.62 અબજ ડોલર થઈ હતી. ત્યાં જ ચાંદીની આયાત 157.16 ટકા વધીને 41.1 ડોલર થઈ ગઈ. નાણાકીય વર્ષ 2025-26 માં સોનાની આયાત – મૂલ્યની દ્રષ્ટિએ – 24 ટકા વધીને $71.98 બિલિયનની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી.
જોકે વોલ્યુમની દ્રષ્ટિએ આયાત 4.76 ટકા ઘટીને 721.03 ટન થઈ. પાછલા નાણાકીય વર્ષમાં ચાંદીની આયાત આશરે 150 ટકા વધીને 12 અબજ ડોલર થઈ હતી. વોલ્યુમની દ્રષ્ટિએ આ 42 ટકા વધીને 7,334.96 ટન થઈ. એપ્રિલમાં સોના અને ચાંદીની આયાતમાં વધારાને કારણે દેશની વેપાર ખાધ 28.38 અબજ ડોસકની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ.
