Breakfast Smoothie Recipes : સવારનો નાસ્તો શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે, જેને દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ઇચ્છે છે કે તેમનો નાસ્તો એવો હોય કે તે સ્વાદિષ્ટ અને ઝડપથી તૈયાર પણ હોય. આવી સ્થિતિમાં, સ્મૂધીઝ એક સારો અને તંદુરસ્ત વિકલ્પ હોઈ શકે છે.
જો તમે દરરોજ પરાઠા, પૌહા અથવા ઉપમા જેવી વાનગીઓથી કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હો, તો તમે અમૂક સ્મૂધી રેસીપીઓ અજમાવી શકો છો. તે ફળો, ઓટ્સ, દૂધ અને દહીંમાંથી બનાવવામાં આવે છે, જે મિનિટોમાં તૈયાર કરી શકાય છે. ચાલો જાણીએ સ્મૂધીની 4 અલગ અલગ રેસીપી વિશે, જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.
જાંબુ સ્મૂધી રેસીપી
ઉનાળા અને વરસાદની ઋતુમાં બજારોમાં જાંબુ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમે તેમાંથી સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ સ્મૂધી બનાવી શકો છો. આ માટે જાંબુ માંથી બીયાં કાઢી લો. હવે એક મિક્સર જારમાં જાંબુના પલ્પમાં દહીં, મધ અથવા ખાંડ, લીંબુનો રસ અને કાળું મીઠું સારી રીતે મિક્સ કરી લો. હવે તેને એક ગ્લાસમાં રેડો, પછી ફુદીનાના પાન અને જાંબુના ટુકડાઓથી સજાવીને પીરસો.
મેંગો ઓટ્સ સ્મૂધી રેસીપી
જો તમને કેરી પસંદ છે, તો તેમાંથી મેંગો ઓટ્સ સ્મૂધી બ્રેકફાસ્ટ માટે તૈયાર કરી શકાય છે. તેને બનાવવા માટે, ઓટ્સને અડધો કપ પાણી અથવા દૂધમાં લગભગ 10 મિનિટ સુધી પલાળી રાખો. જ્યારે તે નરમ થાય ત્યારે તેમાં કેરીના ટુકડા, ઠંડુ દૂધ અને મધ મેળવી મિક્સરમાં મિક્સ કરી લો. તેને એક ગ્લાસમાં રેડો અને તેને ઉપર ચિયા બીજ અને ડ્રાયફૂટ્સથી ગાર્નિશ કરો.
પીનટ બટર અને બનાના સ્મૂધી રેસીપી
જો તમે સવારે તંદુરસ્ત અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો કરવા માંગતા હો, તો તમે પીનટ બટર અને કેળા માંથી સ્મૂધી ટ્રાય શકો છો. તેને બનાવવા માટે, એક મિક્સર જારમાં દૂધ, કેળાના ટુકડા, મધ અને પીનટ બટર મેળવી સ્મૂધ થાય ત્યાં સુધી મિક્સ કરી લો. સ્મૂધીને એક ગ્લાસમાં રેડો, તેની ઉપર ડ્રાયફૂટ્સ વડે ગાર્નિશ કરો.
મિક્સ ફ્રૂટ સ્મૂધી રેસીપી
જો તમે તંદુરસ્ત સ્મૂધી રેસીપી અજમાવવા માંગતા હો, તો પછી મિક્સ ફ્રૂટ સ્મૂધી એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેને બનાવવા માટે બ્લેન્ડિંગ જારમાં અનાનસ, કિવી, નારંગી અને નાળિયેરનું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
આ પણ વાંચો | દૂધ વગર પનીર બનાવવાની 4 રીત, જાણો શેમાં વધારે પ્રોટીન હોય છે?
જો તમે તેમાં મધ અથવા ખાંડ મિક્સ કરી શકો છો. આ રીતે મિક્સ ફ્રૂટ સ્મૂધી તૈયાર થઈ જશે. જો તમને અનાનસ અથવા કિવી પસંદ નથી, તો તમે તેના બદલે તમારા મનપસંદ ફળોનો ઉપયોગ કરી શકો છો.
