દશેરા પર સલમાન ખાને શેર કર્યું ‘માતૃભૂમિ’ નું ‘જય હિંદ’ ગીત, કહ્યું – દેશભક્તિ માટે બે દિવસ પૂરતા નથી

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Maatrubhumi Track Jai Hind : દશેરાના ખાસ પ્રસંગે સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ ના ગીત ‘જય હિંદ’ નો લિરિકલ વીડિયો શેર કર્યો છે. આ સાથે અભિનેતાએ દેશભક્તિને લઇને એક ખાસ સંદેશ પણ આપ્યો છે. સલમાને કહ્યું કે પોતાની માતૃભૂમિ માટે પ્રેમ, આદર અને દેશભક્તિ દેખાડવા માટે ફક્ત બે દિવસ પૂરતા નથી પણ આ ભાવના આખું વર્ષ હોવી જોઈએ.

સલમાન ખાને દેશભક્તિનો સંદેશ શેર કર્યો

સલમાન ખાને સોશિયલ મીડિયા પર જય હિંદ ગીત શેર કરતાં લખ્યું કે પોતાની માતૃભૂમિ માટે પ્રેમ, સન્માન અને દેશભક્તિ દેખાડવા વર્ષના 365 માંથી ફક્ત બે દિવસ પૂરતા નથી. તેમણે ભાર આપીને કહ્યું કે કે દેશ પ્રત્યેનો પ્રેમ અને સન્માન આખું વર્ષ હોવું જોઈએ. અભિનેતાની પોસ્ટમાં દેશભક્તિનો સંદેશ જોવા મળ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા સલમાન ખાને લખ્યું કે પોતાની માતૃભૂમિ માટે પ્રેમ, સન્માન અને દેશભક્તિ દેખાડવા વર્ષના 365 માંથી ફક્ત બે દિવસ પૂરતા નથી. આ લાગણી આખું વર્ષ હોવી જોઈએ, બોસ!

દશેરા જેવા ખાસ પ્રસંગે આ ગીત શેર કરવું એ માતૃભૂમિ પ્રત્યે દેશભક્તિ પ્રત્યે સન્માનનો સંદેશ આપવાનું એક પગલું છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક સૂત્રના જણાવ્યા અનુસાર સલમાન ખાન નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યો છે. જોકે તારીખની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *