જીવનશૈલી | રેસીપી | જાંબુ શોર્ટ્સ (Jamun shorts) એ ઉનાળાના અંતમાં અને ચોમાસાની શરૂઆતમાં પીવા માટેનું એક અલ્ટીમેટ, ટ્રેન્ડિંગ અને દેશી ડ્રિંક છે. જાંબુમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે ડાયાબિટીસ અને પાચન માટે ઉત્તમ છે.
જ્યારે પૌષ્ટિક ફળ જાંબુને લીંબુ, ખાંડ અને મીઠા સાથે બ્લેન્ડ કરીને કાચના શોર્ટ ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે, ત્યારે તે લુકમાં જેટલું આકર્ષક લાગે છે, પીવામાં તેટલું જ ચટાકેદાર અને તાજગીસભર હોય છે. પાર્ટી કે ગેટ-ટુગેધર માટે આ એક પર્ફેક્ટ વેલકમ ડ્રિંક છે.
જાંબુ શોટ્સ રેસીપી
સામગ્રી
- 250 ગ્રામ જાંબુ
- 2 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- ¼ ચમચી મીઠું
- ¼ કપ પાણી
- કાચની કિનાર માટે લીંબુના ફાચર
- કાચની કિનાર માટે મીઠું
જાંબુ શોટ્સ બનાવવા રીત
જાંબુને સારી રીતે ધોઈને છાલ કાઢી લો અને બીજ કાઢી લો, ઝિપલોક બેગમાં રાખીને 4-5 કલાક માટે ઓવરનાઈટ ફ્રીઝ કરી દો. જાંબુને મિક્સિંગ જારમાં નાખો. ખાંડ, લીંબુનો રસ, મીઠું ઔર થોડા પાણી ઉમેરો અને સ્મૂધ બ્લેન્ડ કરો.
શૉટ ગ્લાસની કિનારી પર લેમન ઘસીને અને કિનારીને મીઠુંથી કવર કરો, હવે તૈયાર જામુન મિશ્રણને ગ્લાસમાં નાખો, ઠંડુ ઠંડુ સર્વ કરો.
આ પણ વાંચો : હેલ્ધી ચોકલેટ, સત્તુ પાઉડરનો ઉપયોગ કરી આ ટિપ્સથી બનાવો
જાંબુ ખાવાના ફાયદા
- જાંબુ એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ છે જે મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે
- તે સ્વસ્થ પાચનને ટેકો આપે છે અને પેટ ભરેલું રાખે છે,
- સ્વસ્થ બ્લડ શુગર લેવલ જાળવવામાં મદદ કરે છે
- વિટામિન સી અને આયર્નનો સારો સ્ત્રોત છે,
- સ્કિનના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરી શકે છે.
- ડાયાબિટીસ માટે સુપરફુડ માનવામાં આવે છે કારણ કે તે બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે.
