Bhindi Do Pyaza Recipe : ઘણા લોકોને ભીંડાનું શાક પસંદ નથી હોતું. તો ઘણા લોકો એક જ પ્રકારના ભીંડાનું શાકભાજી ખાઈને કંટાળી જાય છે. આવી સ્થિતિમાં, તમે ઘરે ઢાબા સ્ટાઇલ ભીંડી દો પ્યાઝ સબ્જી બનાવી શકો છો. ભીંડીનું આ પ્રકારનું શાક ઉત્તમ ભારતમાં બનાવવામાં આવે છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. જો ઘરે મહેમાન આવે ત્યારે પણ આ ટેસ્ટી ભીંડીનું શાક બનાવીને પીસરી શકાય છે. ચાલો જાણીયે ઢાબા સ્ટાઇલ ભીંડી નું શાક બનાવવાની રીત અને સામગ્રીની યાદી.
ભીંડી દો પ્યાઝ બનાવવા માટે સામગ્રી
- 500 ગ્રામ ભીંડા
- 2 મોટી ડુંગળી પાતળી કાપેલી
- 1/2 ચમચી હળદર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર - 1 ચમચી આમચુર પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 4 ચમચી તેલ અથવા
- મીઠું જરૂર મુજબ
ઢાબા સ્ટાઇલ ભીંડી દો પ્યાઝ સબ્જી બનાવવાની રીત
ઘરે ઢાબા સ્ટાઇલ ભીંડી દો પ્યાજ બનાવવા માટે, પહેલા ભીંડાને પાણીમાં સારી રીતે ધોઈ લો, પછી નેપકીન વડે બરાબર લૂંછી લો. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ભીંડા કાપતા પહેલા સંપૂર્ણપણે સૂકાઈ જવા જોઈએ. ભીંડાને અડધાથી એક ઇંચના ટુકડાઓમાં કાપી લો. તો ડુંગળીને ગોળ પાતળી સ્લાઇસમાં કાપો.
હવે ગેસ ચાલુ કરી એક કઢાઇમાં તેલ કે ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં સમારેલા ભીંડું ઉમેરો, તેને ધીમાથી મધ્યમ તાપ પર 4 થી 5 મિનિટ સુધી અથવા સહેજ નરમ થાય ત્યાં સુધી પકવવા દો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. ગરમ મસાલા પાવડર અને આમચુર પાઉડર સિવાયના બધા સુકા મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
પછી તેમાં મીઠું ઉમેરો. હવે તેમા કાપેલી ડુંગળી અને બધા મસાલા ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. ડુંગળીને ધીમા થી મધ્યમ તાપ પર સહેજ સોનેરી થાય અને ભીંડા નરમ થાય ત્યાં સુધી પકવવા દો. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ડુંગળી ફ્રાય કરતી વખતે દર 1 થી 2 મિનિટે હલાવો.
ભીંડાને વધારે રાંધવા નહીં, નહીંત્તર એકદમ નરમ થઇ જશે. હવે તેમા ગરમ મસાલા પાવડર અને આમચુર પાવડર ઉમેરો અને સબ્જીને બરાબર મિક્સ કરો. તમારી ઢાબા સ્ટાઇલ ભીંડી સબ્જી તૈયાર છે. આ ભીંડી સબ્જી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.
આ બાબત ધ્યાનમાં રાખો
શાકભાજી બનાવતા પહેલા ભીંડા ધોઈને રાખો. હંમેશા સૂકા ભીંડાને કાપો. જો તમે તરત જ ધોઈને કાપશો તો તે ભીંડા ચીકણા થઈ જશે.
આ પણ વાંચો | કેરીનું અથાણું બનાવવાની પરંપરાગત રીત, લાંબા સમય સુધી બગડશે નહીં
ધ્યાનમાં રાખવાની બીજી એક બાબત એ છે કે ભીંડાના કોઇ પણ શાકમાં પાણી ઉમેરવાનું ટાળવું. પાણીથી ભીંડીનું શાક ચીકણું થઇ જાય છે. લીંબુનો રસ, આમચુર પાવડર, ટામેટા અથવા આમલીની પેસ્ટ જેવી ખાટી વસ્તુ ઉમેરવાથી ભીંડાની ચીકાશ ઓછી થાય છે.
