શહઝાદ ભટ્ટી નેટવર્ક પર કેન્દ્રની મોટી એક્શન, UAPA અંતર્ગત આતંકવાદી સંગઠન જાહેર

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Shahzad Bhatti Community : કેન્દ્ર સરકારે શહઝાદ ભટ્ટી નેટવર્કને UAPA અંતર્ગત આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નેટવર્ક સરહદ પારથી હથિયારો, વિસ્ફોટકો અને માદક દ્રવ્યોની દાણચોરીમાં સામેલ રહ્યું છે. મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે આ નેટવર્ક યુવાનો અને નાના ગુનેગારોને આતંકવાદ તરફ ધકેલવાની સાથે ભારતના લોકશાહી માળખા અને સાંપ્રદાયિક સોહાર્દને નિશાન બનાવનાર નફરતી ડિજિટલ કન્ટેન્ટ પણ પ્રસારિત કરતું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પર એક સત્તાવાર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ વિઝનને આગળ ધપાવતા, ગૃહ મંત્રાલયે શહઝાદ ભટ્ટી નેટવર્કને UAPA હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ જૂથ હથિયારો, વિસ્ફોટકો અને માદક દ્રવ્યોની સરહદ પારથી દાણચોરીમાં સામેલ છે. તે યુવાનો અને નાના ગુનેગારોને આતંકવાદ માટે ઉફસાવે છે. ભારતના લોકશાહી માળખા અને સાંપ્રદાયિક સોહાર્દને નિશાન બનાવતા આ આ સિન્ડિકેટ નફરત ફેલાવતા ડિજિટલ સામગ્રી પણ પ્રકાશિત કરતું હતું.

શહઝાદ ભટ્ટી નેટવર્ક શું છે?

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર શહઝાદ ભટ્ટી નેટવર્ક (SBN) એક એવું સંગઠન છે જેનું મિશન ભોળા યુવાનો અને સ્થાનિક ગુનેગારોને સામેલ કરીને સરહદ પારથી શસ્ત્રો, વિસ્ફોટકો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવાનું છે. તેનો ઉદ્દેશ્ય આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા દેશની લોકશાહી વ્યવસ્થા, સાંપ્રદાયિક સોહાર્દ અને આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો કરવાનો પણ છે. 

શહજાદ ભટ્ટી નેટવર્ક કથિત રીતે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ સમર્થિત આતંકી સિન્ડિકેટ છે જે ગ્રેનેડ, આઈઈડી અને પેટ્રોલ બોમ્બ હુમલા, ટાર્ગેટ કિલિંગ અને પોલીસ, સંરક્ષણ અને ધાર્મિક સ્થળો પર નજર રાખવા સાથે જોડાયેલું છે.

ભટ્ટી પર યુવાનોને લલચાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે અને માર્ચ 2025 માં પંજાબના જલંધરમાં યુટ્યુબર રોઝર સંધુના ઘરે ગ્રેનેડ હુમલા સાથે જોડાયેલો છે. નવેમ્બર 2024 માં અભિનેતા મિથુન ચક્રવર્તીને મુસ્લિમો વિરુદ્ધ કથિત ટિપ્પણી અંગે આપવામાં આવેલી ધમકીના સંબંધમાં પણ તેના પર આરોપ છે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનથી કાર્યરત આ આતંકવાદી નેટવર્ક સામે 14 રાજ્યોમાં એક વિશાળ કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં તેના 200 થી વધુ ગુર્ગોની ધરપકડ કરવામાં આવી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *