Colombia Earthquake : દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાના કાલ્ડાસ ડિપાર્ટમેન્ટના મેનિઝેલ્સ શહેરમાં સોમવારે 7.4 રિક્ટર સ્કેલનો તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે ઘણી મોટી ઇમારતોને નુકસાન થયું છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર આવેલા વીડિયો બાદ લોકો આમતેમ દોડતા જોવા મળી રહ્યા છે. ભૂકંપમાં ઓછા ઓછા 20 લોકોના મોત થયા છે.
પશ્ચિમ કોલમ્બિયામાં સોમવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દક્ષિણ અમેરિકન દેશ અને પડોશી દેશ ઇક્વાડોરને પણ અસર થઈ હતી. ભૂકંપ પછી લોકો પોતાનો જીવ બચાવવા માટે તેમના ઘરો અને મકાનોની બહાર દોડી ગયા હતા.
અનેક ઇમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમવારે વહેલી સવારે પશ્ચિમ કોલંબિામાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણી ઇમારતોને પણ નુકસાન થયું હતું. વહીવટીતંત્રે મોટી સંખ્યામાં લોકોને બોગોટા, ક્વિબેડો, મનીજોલ્સ અને પરેરામાં સલામત સ્થળોએ ખસેડવા પડ્યા છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના ભૂકંપના આંચકા ઇક્વાડોર, વેનેઝુએલા અને પનામામાં પણ અનુભવાયા છે.
આ જોરદાર ભૂકંપ બાદ પરેરા અને દેશના અનેક શહેરોમાં ભારે નુકસાન થયું છે. પરેરામાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જ્યારે કૈલીમાં 4 માળની ઇમારત ધરાશાયી થઈ હતી.
ભૂકંપની ઊંડાઈ 107 કિમી નોંધાઈ
યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર ભૂકંપ ભારતીય સમય પ્રમાણે સોમવારે સાંજે અને સ્થાનિક સમય મુજબ સવારે 7:34 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર કોલંબિયાના ચોકો ડિપાર્ટમેન્ટમાં સેન જોસ ડેલ પાલ્મરથી લગભગ 5 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. ભૂકંપની ઊંડાઈ લગભગ 107 કિલોમીટર નોંધાઈ હતી.
Further footage from Colombia, constructing broken and collapsing following the 7.4 M earthquake. https://t.co/INX61XLlNipic.twitter.com/2dmIUzNkRB
— Open Supply Intel (@Osint613) August 10, 2026
ચોક્કોમાં પણ ભૂકંપ આવ્યો
રોઇટર્સના જણાવ્યા અનુસાર કોલંબિયાના પેસિફિક દરિયાકાંઠાના પ્રાંત ચોકોમાં પણ સવારે ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણું નુકસાન થયું હતું. પ્રાંતના ગવર્નરે સોશિયલ મીડિયા એક્સ પર આ માહિતી આપી હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે ભૂકંપના આંચકા રાજધાની બોગોટા અને વેનેઝુએલા સુધી અનુભવાયા હતા.
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ સાઇન કર્યો ડિફેન્સ એગ્રીમેન્ટ, એક પર હુમલો ત્રણેય પર હુમલો માનવામાં આવશે
ગવર્નર નુબિયા કેરોલિના કોર્ડોબા-ક્યુરીએ એક્સ પર જણાવ્યું હતું કે અમે હમણાં જ ચોકો પ્રાંતમાં એક મોટો ભૂકંપનો સામનો કર્યો છે. અમે ભૂકંપ પછીના આફ્ટરશોક્સ વિશે ચિંતિત છીએ. ભૂકંપનું કેન્દ્રબિંદુ સાન જોસ ડેલ પાલ્મર નજીક હોવા છતાં, રાજધાની ક્વિબેડોમાં લોકો ઘાયલ થયા છે અને ઇમારતોને ખરાબ નુકસાન થયું છે. અમે નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં પ્રથમ સત્તાવાર અહેવાલ બહાર પાડીશું.
વેનેઝુએલામાં હજારો લોકોના જીવ ગયા હતા
જૂનના અંતમાં વેનેઝુએલામાં 7.2 અને 7.5 ની તીવ્રતાના ભૂકંપની શ્રેણી પછી આ વાત સામે આવી છે. તે ભૂકંપમાં સેંકડો ઇમારતો નાશ પામી હતી અને 5,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
