Monsoon Well being And Way of life Suggestions : ઉનાળાની ભયંકર ગરમી બાદ ચોમાસાનો પહેલો વરસાદ દરેકને રાહતનો અહેસાસ કરાવે છે, પરંતુ આ સુખદ હવામાન તેની સાથે અનેક પ્રકારના ચેપ, પેટની બીમારી, ફ્લૂ અને ફંગલ ચેપનું જોખમ પણ લઈને આવે છે. આયુર્વેદ અનુસાર વરસાદની સીઝનમાં શરીરનો વાત દોષ અસંતુલિત થઈ જાય છે અને આપણું પાચનતંત્ર નબળું પડી જાય છે. આવી સ્થિતિમાં, આ ઋતુમાં આપણી ખાણીપીણી, જીવનશૈલી કેવી હોવી જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે.
ભારતીય યોગ ગુરુ, લેખક, સંશોધક અને ટીવી પર્સનાલિટી ડો. હંસા યોગેન્દ્રના જણાવ્યા અનુસાર, વરસાદની ઋતુમાં શરદી, તાવ, પેટમાં ગરબડ, એસિડિટી, ફંગલ ઇન્ફેક્શન અને આળસ સુસ્તી જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહે છે.
યોગ ગુરુ કહે છે કે, આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડી જાય છે અને થોડી બેદરકારી પણ બીમારી પેદા કરી શકે છે. નિષ્ણાંતોએ વરસાદમાં શરીરને રોગોથી બચાવવા માટે કેટલાક ખાસ નિયમો અપનાવવાની સલાહ આપી છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે વરસાદની ઋતુમાં જીવનશૈલી અને આહારમાં શું ફેરફાર કરવા જોઈએ.
ચોમાસામાં આ હેલ્થ ટીપ્સ અનુસરો કરો
નિષ્ણાતે જણાવ્યું હતું કે, ચોમસાની સીઝનમાં વરસાદમાં પલળવું દરેક વ્યક્તિને ગમે છે. જો તમે આ ઋતુમાં વરસાદમાં ભીંજાઈ જાઓ છો, તો ઘરે પહોંચતાની સાથે જ ભીના કપડાં બદલી નાખો. પગને થોડી મિનિટો માટે નવશેકા પાણીમાં મૂકો, અથવા હિટિંગ પેડ વડે પગને સાધારણ શેકો. તેનાથી શરીરને હૂંફ મળે છે અને શરદીનું જોખમ ઘટાડી શકે છે.
વરસાદમાં પલળ્યા બાદ ભીના કપડાં પહેરીને એસી કે ફુલ પંખા નીચે બેસવું નહીં. આમ કરવાથી શરીરનું તાપમાન ઝડપથી ઘટી શકે છે, શરદી, ઉધરસ અને શ્વસન ચેપનું જોખમ વધી શકે છે. તેથી, પહેલા શરીર અને વાળને સારી રીતે સૂકાવો, પછી પંખા અથવા એસીનો ઉપયોગ કરો.
આયુર્વેદ અનુસાર વરસાદની ઋતુમાં દિવસ દરમિયાન લાંબા સમય સુધી ઊંઘવાનું ટાળવું જોઈએ. તે નબળા પાચન તરફ દોરી શકે છે અને ચયાપચયને ધીમું કરી શકે છે. જો તમે ખૂબ થાક અનુભવી રહ્યા છો, તો 15-20 મિનિટનો પાવર નેપ લઈ શકાય છે, પરંતુ લાંબી ઊંઘ લેવાથી બચવું વધુ સારું છે.
વરસાદની ઋતુમાં શરીરને સક્રિય રાખવું જરૂરી છે. અમુક યોગાસન, અનુલોમ-વિલોમ, કપાલભાતિ અને કુંભક જેવા કેટલાક યોગ આસનો શરીરમાં હૂંફ જાળવવામાં અને ચયાપચયને સુધારવામાં મદદ કરી શકે છે. આ ઋતુમાં સુસ્તી ઘટાડવામાં નિયમિત શારીરિક પ્રવૃત્તિ પણ મદદરૂપ થાય છે.
વરસાદમાં કેવો ખોરાક લેવો જોઈએ?
આયુર્વેદ અનુસાર, ચોમાસા દરમિયાન હંમેશા તાજો અને ગરમ ખોરાક લેવો જોઈએ. આહારમાં નવશેકું પાણી, આદુ, લસણ, કાળા મરી અને ઘીનું મર્યાદિત માત્રામાં સેવન ફાયદાકારક માનવામાં આવે છે. પાણી હંમેશા ઉકાળીને ઠંડુ કર્યા બાદ જ પીવું જોઇએ.
આ વસ્તુથી દૂર રહો
વરસાદની ઋતુમાં વાસી ખોરાક, લાંબા સમય સુધી ફ્રિજમાં રાખેલો ખોરાક, વધુ તળેલા અને મસાલેદાર ભોજન, કાચા શાકભાજી, સલાડ અને આથા વાળા ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી પાચન સમસ્યાઓનું જોખમ ઘટી શકે છે. દહીં પાચન માટે સારું માનવામાં આવે છે, પરંતુ વરસાદની ઋતુમાં રાત્રે ખાટા દહીંથી દૂર રહેવું જોઈએ. જો તમે દહીં ખાવા માંગતા હો, તો તેને સવારના નાસ્તા અથવા બપોરના ભોજનમાં લેવું વધુ યોગ્ય માનવામાં આવે છે.
પગ ફંગલ ઇન્ફેક્શનથી બચાવાવા શું કાળજી રાખવી
વરસાદમાં પગના અંગૂઠા અને આંગળી વચ્ચે ભેજ રહે છે, જેના કારણે ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. બહારથી આવ્યા પછી પગને સારી રીતે ધોઈને સુકાવો દો. સુકા કોટન કપડાથી આંગળીઓ વચ્ચેની ત્વચાને પણ સારી રીતે સાફ કરો.
આ પણ વાંચો | વરસાદમાં આ 8 શાકભાજીનું સેવન શરુ કરી દો, બીમાર થવાથી બચાવશે!
Disclaimer : આ લેખ આયુર્વેદ નિષ્ણાત દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પર આધારિત છે. તેમાં ઉલ્લેખિત સૂચનોનો હેતુ સામાન્ય આરોગ્ય જાગૃતિ માટે છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા, માંદગી અથવા દવાના સંબંધમાં તબીબી સલાહના વિકલ્પ તરીકે તેમને ધ્યાનમાં લેશો નહીં. જો તમને પહેલાથી કોઇ બીમારી કે સ્વાસ્થ્ય સમસ્યા હોય, ગર્ભવતી છો અથવા કોઈ પણ બીમારીની સારવાર લઈ રહ્યા છો, તો કોઈપણ ઉપાય લેતા પહેલા તમારા ડોક્ટર અથવા લાયક આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવાનું ભૂલશો નહીં.
