ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાની 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી બેઠક પર આગામી 30 જુલાઈ, 2026ના રોજ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
145-માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના કારણે આ બેઠક ખાલી પડી હતી. બંધારણીય જોગવાઈઓ અનુસાર આ ખાલી બેઠક ભરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા અખબારી યાદી ક્રમાંક 30 હેઠળ આ અંગેનો વિગતવાર કાર્યક્રમ પ્રસિદ્ધ કરાયો છે.
માંજલપુર પેટાચૂંટણી 2026: જુઓ સંપૂર્ણ કાર્યક્રમ અને મહત્વની તારીખો
- 05 જુલાઈ, 2026: પેટાચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
- 13 જુલાઈ, 2026: ઉમેદવારી પત્ર ભરી શકાશે, જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે.
- 14 જુલાઈ, 2026: ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે.
- 16 જુલાઈ, 2026: ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે.
- 30 જુલાઈ, 2026: માંજલપુર વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે.
- 03 ઓગસ્ટ, 2026: મત ગણતરી કરી સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવશે.
ફેસબુક પર પ્રેમ, સેંથામાં સિંદૂર… એક યુવાન ત્રણ વર્ષ સુધી ‘પત્ની’ બનીને રહ્યો; એક જ ભૂલથી ખુલી ગઈ પોલ
વડોદરાના રાજકારણમાં ગરમાવો
આ જાહેરાતની સાથે જ વડોદરા જિલ્લા તેમજ માંજલપુર મતવિસ્તારમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જશે. રાજકીય પક્ષો દ્વારા આ બેઠક મેળવવા માટે ઉમેદવારોના નામોની પસંદગી પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે. વડોદરાના સ્થાનિક લોકપ્રિય નેતા યોગેશભાઈ પટેલના વારસાને આગળ ધપાવવા માટે કયા પક્ષમાંથી કયા ચહેરાને તક મળે છેય તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે. ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી મતદાન થાય તે માટેની તમામ વહીવટી તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.
