Sonia Gandhi Vande Mataram controversy : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ વિવાદને લઈને ચિત્તોડગઢમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે સ્વતંત્રતા દિવસ પર કોંગ્રેસ હેડક્વાર્ટરમાં વંદે માતરમ ગાવામાં આવી રહ્યું હતું અને આ દરમિયાન સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેને રોકવા માટે કહ્યું હતું.
અમિત શાહે કહ્યું કે આપણે બધાએ તે ટીવી પર જોયું. 80 વર્ષ પછી જ્યારે બંકિમ બાબુના આ અમર ગીતને ફરીથી સન્માન મળી રહ્યું છે ત્યારે સોનિયાજીને તે પસંદ નથી. સોનિયાજી, 140 કરોડ લોકો તમને જોઈ રહ્યા છે, તમારા દ્વારા કરવામાં આવેલા આ પાપને આ દેશની જનતા ક્યારેય માફ નહીં કરે.
કોંગ્રેસીઓને આ મામલાથી શરમ આવવી જોઈએ – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે કોઈ સપનામાં પણ કેવી રીતે વિચારી શકે છે કે વંદે માતરમના ગીતને અધૂરું છોડી દેવામાં આવે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શાહે કહ્યું કે કોંગ્રેસીઓને આ મામલાથી શરમ આવવી જોઈએ અને જો તેમનામાં થોડી પણ શરમ બચી હોય તો તેઓએ હાથ જોડીને બંકિમ બાબુની અમર આત્મા અને દેશની જનતાની માફી માંગવી જોઈએ.
અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી વોટ બેંકના લાલચમાં વંદે માતરમ ભૂલી ગઈ છે. આ પહેલા અમિત શાહે નિમ્બાહેડામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. તેમણે રાજસ્થાન સરકારના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | Chittorgarh, Rajasthan | Union Residence Minister Amit Shah says, “Take a look at their (Congress’s) shamelessness. The anthem Vande Mataram was being sung on the Congress Social gathering headquarters. Through the anthem, Congress chief Sonia Gandhi advised the Congress President to cease… pic.twitter.com/HSbiWGf1La
— ANI (@ANI) August 16, 2026
કોંગ્રેસ હેડક્વાર્ટરમાં શું થયું હતું?
દિલ્હી સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટરમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સમારોહ દરમિયાન ‘વંદે માતરમ’ના તમામ છ અંતરાના ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો. આને લઇને રાજકીય વિવાદ થયો છે.
80માં સ્વતંત્રતા દિવસ પર ઈઝરાયલથી લઈને સિંગાપુર સુધી ભારતને પાઠવી શુભેચ્છાઓ
અમિત શાહના આ નિવેદન બાદ વંદે માતરમને લઈને રાજકીય ચર્ચા વધુ તીવ્ર બનવાની સંભાવના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ આ મામલાને રાષ્ટ્રવાદ સાથે જોડીને કોંગ્રેસની ઘેરાબંધીને વધુ તીવ્ર બનાવશે.
સોનિયા ગાંધીએ ખડગે માટે ખુરશી માંગી હતી: કોંગ્રેસ
કોંગ્રેસે ભાજપના આરોપોને ફગાતા કહ્યું હતું કે વંદે માતરમ ગીતને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. પાર્ટીના સાંસદ અને મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સોનિયા ગાંધી માત્ર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી લાવવા માટે કહી રહ્યા હતા કારણ કે તેઓ લાંબા સમય સુધી ઉભા હતા.
