મૈરિંગો સિમ્સ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ, જ્યાં AI હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને એલર્ટ કરશે

મૈરિંગો સિમ્સ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ, જ્યાં AI હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને એલર્ટ કરશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સ ગુજરાતની પ્રથમ એવી હોસ્પિટલ છે જ્યાં હાઇ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24×7 AI સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ ઇકોસિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીઓનું સતત નિરીક્ષણ માત્ર હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ નહીં પરંતુ ડિસ્ચાર્જ પછી ઘરે તેમજ મુસાફરી દરમિયાન પણ શક્ય બનશે. આ ટેક્નોલોજી મેડિકલ ઇમરજન્સીમાં દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં જ ટ્રેક કરી લે છે, જેના કારણે ડોકટરને આ ઈમરજન્સીની જાણ થઈ જાય છે અને દર્દીને યોગ્ય મેડિકલ ટ્રિટમેન્ટ મળી રહે છે.

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સનું ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ સિસ્ટમ AI એનેબલ્ડ બાયોસેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસોચ્છ્વાસનો દર, લોહીમાં ઓક્સિજનનું સ્તર તેમજ દર્દીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરે છે. જો સિસ્ટમમાં દર્દીનાં જીવને જોખમ હોય એવી સ્થિતિ અંગે જાણ થાય છે તો તે તરત જ દર્દીના સ્માર્ટફોન, સારવાર આપતા ડૉક્ટર તેમજ મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સના ડેડિકેટેડ 24×7 સેન્ટ્રલ મોનિટરિંગ કમાન્ડ સેન્ટરને એકસાથે એલર્ટ મોકલે છે, જેથી તાત્કાલિક તબીબી સહાય શક્ય બને છે.

AI પ્લેટફોર્મ દર્દીની સમગ્ર આરોગ્યસંભાળની સફર દરમિયાન કનેક્ટેડ કેર ઇકોસિસ્ટમ ઊભું કરે છે, જે એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી કેરથી લઈને ICU, વોર્ડ અને ઘરે સાજા થવાના સમયગાળા સુધી દર્દી સાથે સતત જોડાયેલા રહે છે. દર્દીના આરોગ્ય સંબંધિત ડેટાનું સતત મોનિટરિંગ કરીને અને શરીરમાં થતા સૂક્ષ્મ શારીરિક ફેરફારોને ઓળખીને આ સિસ્ટમ ડૉક્ટરોને સમયસર જાણ કરે છે. દર્દીને સંભવિત કોઈ ક્રિટિકલ કંડિશન છે તેની ઓળખ કરે છે  તેમજ રિયલ-ટાઇમ ક્લિનિકલ સારાંશ પ્રદાન કરે છે, જેના કારણે વધુ ઝડપી અને માહિતીસભર સારવાર સંબંધિત નિર્ણયો લેવામાં મદદ મળે છે.

આ પણ વાંચો: માત્ર એક ચપટી હળદર ખાવાના અદભુત ફાયદા, બ્લડ શુગરથી લઈને સાંધાના દુખાવામાં મળશે રાહત

આ અંગે વાત કરતાં મૈરિંગો સિમ્સ હોસ્પિટલના CVTS અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનાં ડિરેક્ટર, ડૉ. ધીરેન શાહે જણાવ્યું હતું કે, “મૈરિંગો CIMS હોસ્પિટલ્સ છેલ્લા અઢી વર્ષ કરતાં વધુ સમયથી હૃદય સંબંધિત તેમજ અન્ય જીવલેણ આરોગ્ય સ્થિતિઓના હાઈ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે આ AI એનેબલ્ડ બાયોસેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલે 6,551થી વધુ દર્દીઓનું સતત મોનિટરિંગ કર્યું છે, જેમાં દર્દીઓની ઈમરજન્સી કેરનાં 836 કેસોને સફળતાપૂર્વક ટ્રિટમેન્ટ આપીને તેમના જીવ બચાવ્યા છે, 115 કોડ બ્લૂ ઇમરજન્સી ટાળી છે, 81 દર્દીઓને ICUમાં ખસેડવાની જરૂરિયાત અટકાવી છે તેમજ જીવન બચાવનારી CPRની ત્રણ સફળ સારવાર સુનિશ્ચિત કરી છે. આ AI સિસ્ટમથી દર્દીઓની હાલત ગંભીર થાય એની પહેલા જ સારવાર આપી, જીવ બચાવવામાં ઘણી મદદરૂપ થાય છે.”
 
આ ટેક્નોલોજી ખાસ કરીને હાર્ટ ફેલ્યોર, હૃદયની નબળી કાર્યક્ષમતા, હાઈ-રિસ્ક ધરાવતા હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગો, સ્ટ્રોકનું જોખમ, અસ્થમા તેમજ અન્ય ગંભીર દીર્ઘકાલીન બીમારીઓથી પીડિત દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મર્યાદિત રહેતી પરંપરાગત મોનિટરિંગ પદ્ધતિથી વિપરીત, આ AI સિસ્ટમ ડૉક્ટરોને દર્દીઓનાં ડિસ્ચાર્જ પછી પણ રિયલ ટાઈમ મોનિટર કરવાની સગવડ આપે છે. પરિણામે દર્દીઓને પોતાના ઘરના આરામદાયક વાતાવરણમાં સુરક્ષિત રીતે સાજા થવાની સાથે સારવારની સતત દેખરેખ પણ સુનિશ્ચિત થાય છે.

આ પણ વાંચો: બજારમાં વાદળી, લાલ, જાંબલી અને લીલા રંગના પેકેટમાં મળે છે દૂધ, જાણો આ ચાર વચ્ચેનો તફાવત

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સે 24×7 ડેડિકેટેડ AI મોનિટરિંગ કમાન્ડ સેન્ટર શરૂ કર્યા છે, જ્યાં મેડિકલ એક્સપર્ટ્સની ટીમો દર્દીઓના આરોગ્ય સંબંધિત ડેટાનું સતત મોનિટરિંગ કરે છે, સિસ્ટમ દ્વારા જનરેટ થયેલા એલર્ટની ચકાસણી કરે છે અને જ્યારે પણ તબીબી હસ્તક્ષેપની જરૂરિયાત ઊભી થાય ત્યારે સારવાર આપતા ડૉક્ટરોને જાણ કરે છે. આના કારણે દર્દીની સ્થિતિ બગડવાના સંકેતો, રિસ્ક ફેક્ટર્સ વધતાં પહેલાં જ ઓળખી શકાય છે, જેના પરિણામે ક્રિટિકલ ઈમરજન્સીનાં કેસમાં ઘટાડો થાય છે અને દર્દીઓની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થાય છે. 

આ અદ્યતન AI ઇકોસિસ્ટમ અપનાવીને મૈરિંગો CIMS હોસ્પિટલ્સે ડિજિટલ હેલ્થકેર ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે અને 24×7 AI સંચાલિત સતત દર્દી મોનિટરિંગ સેવા પ્રદાન કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની છે. આ પહેલ દ્વારા હોસ્પિટલે નવીનતા, ક્લિનિકલ શ્રેષ્ઠતા અને વિશ્વસ્તરીય પેશન્ટ કેર પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *