મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી રેસીપી, ભજિયાને પણ ટક્કર મારશે!

મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી રેસીપી, ભજિયાને પણ ટક્કર મારશે!

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | વરસાદી મોસમમાં ગરમા ગરમ ભજીયા કે પરાઠા જેવા નાસ્તા કરવાની મજા અલગ છે! ત્યારે નાસ્તામાં કે સાંજના ચા સાથે કંઈક ગરમાગરમ અને કુરકુરૂં ખાવાનું મન થાય ત્યારે કોથમીર વડી એક ઉત્તમ વિકલ્પ છે. લીલીછમ તાજી કોથમીર, ચણાનો લોટ, ચોખાનો લોટ અને મસાલાઓનું આ મિશ્રણ સ્વાદમાં અદ્ભુત લાગે છે. 

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આ વડી પૌષ્ટિક હોવાની સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે. આ રેસીપી બને છે અને ક્રંચી પણ લાગે છે, અહીં જાણો કોથમીર વડી રેસીપી 

કોથમીર વડી રેસીપી 

સામગ્રી 

  • 500 ગ્રામ કોથમીર
  • 2 સમારેલ લીલા લીલા મરચા
  • 1 આદુનો ટુકડો 
  • ત્રણ કપ ચણાનો લોટ 
  • એક કપ ચોખાનો લોટ 
  • સ્વાદ મુજબ મીઠું 
  • 1/2 ચમચી હિંગ
  • જરૂર મુજબ પાણી 
  • 1/2 ચમચી હળદર પાઉડર 
  • 2 ચમચી સીંગદાણાનો ભૂકો
  • 1/2 ચમચી આમચૂર પાવડર 
  • 1/2 ચમચી આખું જીરૂ 
  • તળવા માટે તેલ 

કોથમીર વડી બનાવવાની રીત

સૌ પ્રથમ 500 ગ્રામ કોથમીર ધોઈને સાફ કરીને સમારી લો, એક મિક્સર જારમાં લીલા મરચા, આદુનો ટુકડો અને કોથમીર નાખી પાણી વગર ગ્રીન પેસ્ટ બનાવી દો.

એક બાઉલ ની અંદર ત્રણ કપ ચણાનો લોટ એક કપ ચોખાનો લોટ મીઠું હિંગ અને જરૂર મુજબ પાણી હળદર ગ્રીન પેસ્ટ સીંગદાણાનો ભૂકો સમારેલી કોથમીર નાખીને પતલુ બેટર બનાવો.

હવે ગેસની ફ્લેમ મીડીયમ રાખીને જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી ચલાવતા રહો, ખટાસ માટે આમચૂર પાવડર આખું જીરૂ અને કોથમીર નાખીને સરખી રીતે બધું મિક્સ કરો અને બેટર એકદમ જાડું થાય એટલે ગેસ બંધ કરી દો.

તેલ લગાવેલી થાળીમાં બેટર સરખી રીતે પાથરી દો અને 30 મિનિટ સુધી ઠંડુ થવા દો, હવે નાના નાના પીસ કરીને ગરમ તેલમાં કુરકુરી થાય ત્યાં સુધી તળી લેવી

ગરમા ગરમ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કોથમીરવડી ગ્રીન ચટણી કે સોસ સાથે ખાવા માટે તૈયાર છે



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *