બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ની સુનામી! 1000 કરોડ ક્લબમાં એન્ટ્રી, રણવીર સિંહે રચ્યો નવો ઈતિહાસ

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ની સુનામી! 1000 કરોડ ક્લબમાં એન્ટ્રી, રણવીર સિંહે રચ્યો નવો ઈતિહાસ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


રણવીર સિંહ મુવી ધુરંધર-2 બોક્સ ઓફિસ પર પસ્તાળ પાડી રહી છે. સૌને લાગતું હતું કે રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવવેન્જ’ નો ક્રેઝ ઓછો થઈ રહ્યો છે, ત્યારે આ ફિલ્મે ત્રીજા રવિવારે અદભૂત વાપસી કરીને સૌને ચોંકાવ્યા છે. ફિલ્મે માત્ર 18 દિવસમાં વિશ્વભરમાં 1600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જ્યારે ભારતમાં નેટ કલેક્શનનો આંકડો 1000 કરોડ ને પાર થયો છે.

18મા દિવસે કલેક્શનમાં ઉછાળો

સેકનિલ્કના અહેવાલ મુજબ, 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે રવિવારે (5 એપ્રિલ, 2026) 28.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શનિવારના 25.65 કરોડની સરખામણીમાં રવિવારે કલેક્શનમાં 12% નો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ ભારતનું કુલ નેટ કલેક્શન હવે 1013.77 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

વર્લ્ડવાઈડ કલેક્શનના આંકડા

  • વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન: 1605.75 કરોડ રૂપિયા
  • ભારત ગ્રોસ કલેક્શન: 1213.74 કરોડ રૂપિયા
  • ઓવરસીઝ (વિદેશી) કલેક્શન: 392 કરોડ રૂપિયા
Advertisment

Screen Awards Banner

2026ની ટોપ 10 ફિલ્મોમાં મોખરે

‘ધુરંધર ૨’ અત્યારે 2026ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. 2026ની અન્ય ટોપ ફિલ્મો પર નજર કરીએ તો,

  • ધુરંધર 2: 1013.77 કરોડ રૂપિયા
  • બોર્ડર 2: 329.43 કરોડ રૂપિયા
  • ધ રાજા સાબ: 146.04 કરોડ રૂપિયા

ફિલ્મની સફળતા વચ્ચે દિગ્દર્શક આદિત્ય ધરે સિનેમેટોગ્રાફર વિકાસ નૌલાખાના મન ભરીને વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે વિકાસ આ ફિલ્મનો આત્મા છે. અમૃતસરની કાળઝાળ ગરમી અને લેહની કકડતી ઠંડીમાં પણ તેમણે અદભૂત કામ કર્યું છે. વિકાસે સ્ક્રિપ્ટ વાંચીને કહ્યું હતું કે, મેં આવા પ્રોજેક્ટ માટે 30 વર્ષ રાહ જોઈ છે.

ધુરંધર 2: ભારતીય સ્પાય એજન્ટ

‘ધુરંધર 2’ એક જાસૂસી ડ્રામા છે જે 2025માં આવેલી ‘ધુરંધર’ની સિક્વલ છે. ફિલ્મમાં હમઝા અલી મઝારી (જેનું અસલી નામ જસકિરાત સિંહ રંગી છે) ની વાર્તા બતાવવામાં આવી છે, જે અંડરકવર ભારતીય જાસૂસ તરીકે લ્યારીનો રાજા બને છે અને દેશના દુશ્મનોનો ખાત્મો કરે છે. 

ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026: ધુરંધર મુવીએ તોડ્યા રેકોર્ડ, હોમબાઉન્ડ બેસ્ટ ફિલ્મ તરીકે વિજેતા

રણવીર સિંહ, સંજય દત્ત અને અર્જુન રામપાલ અભિનીત આ ફિલ્મ આવનારા દિવસોમાં હજુ પણ અનેક રેકોર્ડ તોડે એવી શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *