PM Modi speaks with Zelenskyy : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પ્રધાનમંત્રી મોદીને ચાલુ સંઘર્ષ સંબંધિત તાજેતરના ઘટનાક્રમ વિશે પોતાના વલણ વિશે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું કે ભારત ચાલુ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે.
વાતચીત અને ફૂટનીતિ પર ભાર
પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં પીએમ મોદીએ ભારતના વલણને પુનરાવર્તિત કર્યું હતું કે સંઘર્ષનો ઉકેલ વાતચીત અને ફૂટનીતિ દ્વારા થવો જોઈએ. વધુમાં પીએમ મોદી અને ઝેલેન્સ્કીએ પરસ્પર લાભ માટે વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુક્રેન સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર ચર્ચા કરી હતી.
ઝેલેન્સ્કીએ શું કહ્યું
X પરની એક પોસ્ટમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમણે પીએમ મોદીને નવીનતમ ફૂટનીતિક ઘટનાઓ અને અબુ ધાબીમાં થનારી બેઠકની તૈયારી વિશે માહિતી આપી હતી. તેમણે રશિયાને પણ સંઘર્ષને ઓછો કરવા માટે આવી જ તૈયારી દર્શાવવા અપીલ કરી હતી. સાથે કહ્યું કે મોદીએ વારંવાર યુદ્ધ સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Glad to have had a productive phone dialog with President Zelenskyy. We reviewed our wide-ranging bilateral cooperation and agreed to additional strengthen India-Ukraine ties. I thanked President Zelenskyy for sharing his views on the continuing battle, its humanitarian elements and numerous efforts to revive peace. Reiterated India’s agency dedication to contributing in each doable approach in the direction of a peaceable decision. @ZelenskyyUA
— Narendra Modi (@narendramodi) November 9, 2026
ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ ખાદ્ય સુરક્ષા અને રશિયન કાર્યવાહીને કારણે બ્લેક સાગરના માધ્યમથી દ્વારા અનાજની નિકાસમાં વિક્ષેપ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારત ફૂડ કોરિડોર સ્થાપિત કરવામાં મધ્યસ્થી કરવા તૈયાર છે અને આશા વ્યક્ત કરી કે નવી દિલ્હી આ દિશામાં તેના પ્રયાસો ચાલુ રાખશે.
આ પણ વાંચો – CRPF જવાનોને રાહુલ ગાંધીએ કહ્યું – તમારા ચહેરાએ બધું જ કહી દીધું, તમે પીએમ મોદીના શબ્દો પર વિશ્વાસ કર્યો નથી
અમેરિકાની છે શું યોજના
એક વરિષ્ઠ યુએસ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે અમેરિકા 10-11 નવેમ્બરના રોજ અબુ ધાબીમાં યૂક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળોને એકસાથે લાવવાની યોજના બનાવી રહ્યું છે. જેથી યુક્રેન સામે મોસ્કોના યુદ્ધનો અંત કરવા, યુદ્ધ પછીના સુરક્ષા કરારો અને તણાવ ઓછો કરવા અંગે ચર્ચા કરી શકાય.
