ધોળકા-બગોદરા હાઇવે પર સ્કોર્પિયો પલટતા ચાર યુવકોના મોત, સગાઈ પ્રસંગ માટે જઈ રહ્યાં હતા

ધોળકા-બગોદરા હાઇવે પર સ્કોર્પિયો પલટતા ચાર યુવકોના મોત, સગાઈ પ્રસંગ માટે જઈ રહ્યાં હતા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Accident : અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાલથેરા ગામ નજીક સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. કુલ ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

સગાઇ પ્રસંગમાં જતા હતા

આ યુવકો બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહ્યા હતા.  આ દરમિયાન સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. 

આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે અને એક યુવકનું સોલા હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મૃતકોમાં સાગરભાઇ વિજયભાઈ સોલંકી, પ્રેમ ચંદ્રેશભાઇ ચુનારા અને દેવાંગભાઈનો સમાવેશ થાય છે.

સ્કોર્પિયો કારનો કચ્ચરખાણ

આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કારનો કચ્ચરખાણ નીકળી ગયો હતો. ખુશીના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો હતો. હિંમતનગર નજીક હાઈવે ઉપર ખાનગી બસે ઈકો કારને અડફેટે લેતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *