ધોલેરા SIRમાં 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે નવી દિલ્હીમાં એમ.ઓ.યુ.થયા

ધોલેરા SIRમાં 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે નવી દિલ્હીમાં એમ.ઓ.યુ.થયા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Information : નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત ગુજરાતે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. કર્યા છે. આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમાં વચ્ચે આ એમ.ઓ.યુ. ધોલેરા SIR ખાતે 250 મેગા વોટના હાઇ પર સ્કેલ, ગ્રીન AI રેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે કરવામાં આવ્યા છે.

વન, પર્યાવરણ અને સાયન્સ -ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા એમ.ઓ.યુ. દ્વારા L & T વ્યોમાં 25 હજાર કરોડ રુપિયાનું રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે તેમજ સંભવત: 2028 સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે.

આ એમ.ઓ.યુ. ગુજરાતને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ એનાલિટિક્સ અને સસ્ટેનેબલ ડિજિટલ ઇકોસિસ્ટમ માટે અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવાના સહિયારા વિઝન તથા ગુજરાત IT/ITeS નીતિ (2022-27) સાથે સુસંગત છે.

રોકાણોને પ્રોત્સાહિત કરશે

ધોલેરા SIRનો આ પ્રસ્તાવિત કેમ્પસ ઉચ્ચ અસરોવાળા રોકાણોને પ્રોત્સાહિત કરશે, નવીનતા આધારિત વિકાસને મજબૂત બનાવશે તેમજ કન્સ્ટ્રક્શન, કમિશનિંગ અને લાંબા ગાળાના ઓપરેશન્સમાં રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે.  પ્રોજેક્ટ તે સંલગ્ન ઇકોસિસ્ટમના વિકાસથી પરોક્ષ રોજગારીનું સર્જન પણ થશે, તે ભવિષ્યના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ચાલકબળ તરીકે ગુજરાતની ભૂમિકાને વધુ સુદૃઢ બનાવશે.

આ એમઓયુ મુજબ, L&T વ્યોમા જમીનની યોગ્યતા, માળખાગત સુવિધાઓની સજ્જતા, ઉપલબ્ધતા ક્ષેત્રો (અવેલેબિલિટી ઝોન્સ) અને ટકાઉપણાના પરિમાણોને આવરી લઇને સંભાવનાઓનું વિગતવાર મૂલ્યાંકન કરશે, ગુજરાત સરકાર પોતાના સંબંધિત વિભાગો મારફતે એક સક્ષમ માળખા સાથે પ્રોજેક્ટને સરળ બનાવશે.

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતના નેતૃત્વને વેગ આપશે

આ સીમાચિહ્નરૂપ એમઓયુ હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટરની સજ્જતાને સક્ષમ કરીને ભવિષ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતના નેતૃત્વને વેગ આપશે. તેમજ ગ્લોબલ ક્લાઉડ અને AI કંપનીઓને આકર્ષિત કરવાની રાજ્યની ક્ષમતામાં વધારો કરશે, AI ટ્રેનિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ જેવા ઉભરતા કાર્યબોજને સહયોગ તેમજ નવીનીકરણ, ઉચ્ચ મૂલ્યની નોકરીઓ અને ટકાઉ આર્થિક વિકાસ માટે એક સ્થિતિસ્થાપક પણ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે.

ઈન્ડિયા AI સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભારતના “MANAV” વિઝનની રૂપરેખા આપી છે. M- મોરલ એન્ડ એથિકલ સિસ્ટમ (નૈતિક અને નીતિગત પ્રણાલી); A- અકાઉન્ટેબલ ગવર્નન્સ (જવાબદાર શાસન); N- નેશનલ સોવરેનિટી વિથ એમ્ફસીસ ઓન ધ રાઇટ ટુ ડેટા (ડેટાના અધિકાર પર ભાર મૂકતું રાષ્ટ્રીય સાર્વભૌમત્વ); A- એક્સેસીબલ એન્ડ ઇન્ક્લુઝિવ ટેક્નોલોજી (સુલભ અને સમાવિષ્ટ ટેકનોલોજી); અને V- વેલિડ એન્ડ લેજિટિમેટ સિસ્ટમ (માન્ય અને કાયદેસર પ્રણાલીઓ). 

આ પણ વાંચો –  લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે

પીએમ મોદીએ AIને વાયરલેસ કોમ્યુનિકેશનનું એક ઐતિહાસિક પરિવર્તન તરીકે ગણાવ્યું છે. સાચી ક્ષમતા ફક્ત મશીનોને બુદ્ધિશાળી બનાવવાને બદલે માનવ ક્ષમતાઓના વિસ્તરણમાં રહેલી છે તેવો મત તેમણે દર્શાવ્યો છે. વડાપ્રધાનના આ વિઝનને અનુસરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની AI પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવીને રાજ્યના આ વર્ષના બજેટમાં AI અને ડિજિટલ ગવર્નન્સ પહેલ માટે રૂ‌. 850 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અને L&T વ્યોમા વચ્ચેના આ એમ.ઓ.યુ. ગુજરાતમાં વિશ્વ કક્ષાના AI-રેડી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહિં, ભારતની AI ક્રાંતિમાં મોખરે રહેવા તેમજ નવીનતા, ટકાઉપણું અને સમાવિષ્ટ વિકાસને આગળ ધપાવવામાં ગુજરાતને વધુ સજ્જ બનાવતું કદમ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *