New Deputy Election Commissioner : કેન્દ્ર સરકારે 2010 બેચના આઈએએસ અધિકારી પ્રકાશ રાજપુરોહિતને નવા ડેપ્યુટી ઈલેક્શન કમિશનર (DEC) પદે નિમણુંક કર્યા છે. તેમના નામને કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી પ્રકાશ રાજપુરોહિતને એપ્રિલ 2030 સુધી ડેપ્યુટી ઇલેક્શન કમિશનરના પદની જવાબદારી સોંપવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયમાં કામગીરીનો અનુભવ
પ્રકાશ રાજપુરોહિત અગાઉ મે 2026થી સંરક્ષણ મંત્રાલયના રક્ષા ઉત્પાદન વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. આ નિમણૂક એસીસી દ્વારા મંજૂર કરાયેલા 27 સંયુક્ત સચિવ અને સમકક્ષ સ્તરના અધિકારીઓના ફેરબદલનો એક ભાગ છે.
ઉપ ચૂંટણી કમિશરનું પદ કેમ ખાલી પડ્યું?
ચૂંટણી પંચમાં નાયબ ચૂંટણી કમિશનરનું મહત્વનું પદ ઓગસ્ટથી ખાલી પડ્યું હતું. હકીકતમાં, મતદાર યાદી અને આઇટી વિભાગના પ્રભારી નાયબ ચૂંટણી કમિશનર સંજય કુમારને ઓગસ્ટમાં તાત્કાલિક અસરે તેમની મૂળ કેડરમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
આ પછી તેમને દિલ્હી સરકારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. સંજય કુમારે જ 24 જૂન, 2025 ના રોજ દેશભરમાં SIR પ્રક્રિયા શરૂ કરવાના ચૂંટણી પંચના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
ચૂંટણી પંચમાં આંતરિક મતભેદો
ધ ઈન્ડિયન એક્સપ્રેસના તાજેતરના અહેવાલ મુજબ, ચૂંટણી પંચના આઈટી વિભાગની કામગીરીને લઈને ચૂંટણી પંચમાં આંતરિક મતભેદો ઉભરી આવ્યા હતા. ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ આંતરિક વાતચીત દરમિયાન આઇટી વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.
જે મોટા નિર્ણયો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તેમાં જુલાઈમાં સંજય કુમારને આઇટી વિભાગના નાયબ ચૂંટણી કમિશનરના હવાલા પરથી હટાવવાનો પણ સમાવેશ થાય છે.
જ્ઞાનેશ કુમાર : ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ થી મુખ્ય ચૂંટણી કમિશનર સુધી, IAS ઓફિસરની કરિયર અને વિવાદ
ચૂંટણી પંચ પર ઈન્ડિયન એક્સપ્રેસના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ બાદ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી પંચના પ્રમુખ તરીકે તેમનો લગભગ 19 મહિનાનો કાર્યકાળ ઘણા વિવાદાસ્પદ છે. જ્ઞાનેશ કુમાર પ્રથમ ચૂંટણી કમિશનર છે, જેની નિમણુંક ચૂંટણી પંચના પ્રમુખની પસંદગીની પ્રણાલીમાં ફેરફાર કરનાર વિવાદાસ્પદ કાયદાના અમલીકરણ બાદ થઇ છે. હવે પસંદગી સમિતિમાં ઉપર સરકારનું વધારે નિંયંત્રણ છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.
