ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની હત્યા બાદ બબાલ, તોડફોડ અને આગચંપી

ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની હત્યા બાદ બબાલ, તોડફોડ અને આગચંપી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Dhandhuka Homicide : ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવાના મુદ્દે એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી. જેના કારણે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે એસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

હત્યાના વિરોધમાં લોકો રોષે ભરાયા

યુવકની હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદમાં હિંસામાં ફેરવાયું હતું. ઉશ્કેરાયેલા ટોળાઓ દ્વારા વાહનો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસાને કારણે સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા અને લોકોમાં ભય તથા અસુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો.

સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત 

ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધંધુકા પહોંચી ગયો હતો. અમદાવાદ ગ્રામ્ય એસપી, ધંધુકા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

મૃતકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *