દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, વલસાડના ઉમરગામાં 35.67 ઈંચ ખાબક્યો, શાળામાં રજા અપાઈ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, વલસાડના ઉમરગામાં 35.67 ઈંચ ખાબક્યો, શાળામાં રજા અપાઈ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Valsad heavy rain : ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ખાસ કરીને વલસાડના ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

વલસાડમાં આભ ફાટ્યું, ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ

અત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં ઉમગરામમાં 35.67 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સરજ્યાઈ છે. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 15 ઈંચથી 36 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 

24 કલાકમાં વલસાડ જિલ્લામાં પડેલો વરસાદ

તાલુકો

વરસાદ (ઈંચમાં)

ઉમરગામ

35.67

કપરાડા

28.78

નાનાપોંઢા

25.31

ધરપુર

19.65

પારડી

17.64

વાપી

16.26

વલસાડ

15.87

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારી,તાપી, ત્રણ જિલ્લાઓમાં 5 ઈંચથી લીને 36 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં કૂલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે જે પૈકી 14 તાલુકા એવા છે જ્યાં 16 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. 

ગુજરાતમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 22 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 23 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

શાળા-કોલેજોમાં રજા જાહેર

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આજે 23 જુલાઈએ પણ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.ખાસ કરીને નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની અતિ ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. 

આજે ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

આ પણ વાંચોઃ- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેક પર વીજળીના તાર નંખાયા, આ વર્ષના અંતમાં ગુજરાતમાં શરૂ થઈ શકે છે ટ્રાયલ રન

આ ઉપરાંત ગુજરાતમાં અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, દીવ, ગીર સોમનાથ, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી અને મહેસાણા માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *