મગની દાળના ઢોકળા અને લસણની ચટણી, એકદમ મજેદાર બનશે!

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | ઢોકળા એ ગુજરાતની શાન છે. સામાન્ય રીતે ચોખા અને અડદની દાળના ઢોકળા કે ખમણ બનતા હોય છે, પરંતુ મગની દાળના ઢોકળા એ એક ખૂબ જ પૌષ્ટિક, પ્રોટીનથી ભરપૂર અને પચવામાં હળવો વિકલ્પ છે. 

આ ઢોકળાની રેસીપીમાં પૌંઆ અને રવાનો ઉપયોગ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. તેની સાથે તીખી અને ચટપટી લસણની લાલ ચટણી પીરસવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. સવારના નાસ્તા માટે કે સાંજના હળવા ભોજન માટે આ પરફેક્ટ વાનગી છે.

મગની દાળના ઢોકળા રેસીપી 

સામગ્રી

  • 1  કપ મગની દાળ
  • 1/2 કપ પૌંઆ
  • 2 મોટી ચમચી દહીં
  • 2 ચમચી આદુ, લસણ અને લીલા મરચાં
  • 2 મોટી ચમચી રવો
  • મીઠું અને હળદર પાવડર
  • મકાઈના દાણા અને તાજી કોથમીર
  • 1 નાની ચમચી તેલ
  •  ઈનો 

લસણની ચટણી માટે સામગ્રી

  • લસણ
  • મીઠું અને હળદર
  • લાલ મરચાંનો પાવડર
  •  ધાણા-જીરું પાવડર
  •  ખાંડ
  • તેલ અને પાણી

મગની દાળના ઢોકળા બનાવવાની રીત 

મગની દાળને 2-3 કલાક માટે પાણીમાં પલાળી રાખો. પૌંઆને ધોઈને ૫ મિનિટ માટે અલગથી પલાળી રાખો. પલાળેલી મગની દાળનું પાણી નિતારી લો. 

હવે મિક્સર જારમાં દાળ, પલાળેલા પૌંઆ, દહીં, આદુ-લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીને એકદમ સ્મૂથ પીસી લો.

પીસેલા ખીરાને એક મોટા વાસણમાં કાઢો. તેમાં રવો, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં મકાઈના દાણા અને ઝીણી સમારેલી તાજી કોથમીર ઉમેરી મિશ્રણને 10 મિનિટ માટે રહેવા દો.

ઢોકળા બાફવાના સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો અને થાળીને તેલથી ગ્રીસ કરી લો. બાફતા પહેલા ખીરામાં તેલ અને ઈનો ઉમેરી, તેના પર  પાણી ઉમેરીને એક જ દિશામાં હળવા હાથે મિક્સ કરી લો.

તૈયાર ખીરાને ગ્રીસ કરેલી થાળીમાં રેડો અને મધ્યમથી તેજ આંચ પર 15 મિનિટ માટે સ્ટીમ કરી લો. ઢોકળા ચડી જાય એટલે ઠંડા થાય પછી ટુકડા કરી લો.

લસણની ચટણી બનાવવાની રીત 

ખાંડણીમાં ફોલેલું લસણ, મીઠું, હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા-જીરું પાવડર અને થોડી ખાંડ ઉમેરીને બરાબર વાટી લો.

એક નાની કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ ઉમેરો અને ધીમા તાપે 2 મિનિટ સાંતળો.

ઉકાળવું: તેમાં 2-3 ચમચી પાણી ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચટણીને ચડવા દો. તૈયાર છે ચટપટી લસણની ચટણી!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *