દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ, વન ડે અને ટી20 ટીમની જાહેરાત

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India Ladies Squads for South Africa : સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ, વન ડે અને ટી20 શ્રેણી માટે સોમવારે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમમાં ઈજામાંથી સાજા થયા બાદ જેમિમા રોડ્રિગ્સની ત્રણેય ટીમમાં વાપસી થઇ છે. 9 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે એક ટેસ્ટ, 3 વન ડે અને 3 ટી20 મેચ રમાશે.

બીજી તરફ શ્રેયંકા પાટિલને પ્રવાસની ટી20 શ્રેણીમાંથી પડતી મૂકવામાં આવી છે. ટીમમાં દીપ્તિ શર્મા, શ્રી ચરણી અને પ્રેમા રાવતના રૂપમાં સ્પિન વિકલ્પોની હાજરીને કારણે પાટીલની પસંદગી કરવામાં આવી નથી. ઝિમ્બાબ્વે સામે વન ડેમાં ડેબ્યૂ કરનારી ફાસ્ટ બોલર જિન્તિમાની કલિતાને પણ ટી-20 ટીમમાંથી બહાર રાખવામાં આવી છે. જોકે તે વન ડે અને ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.

ભારતની ટેસ્ટ ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઇસ કેપ્ટન), શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌર, નંદિની શર્મા, જિન્તિમાની કલિતા, સયાલી સતઘરે.

ભારતની વન ડે ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઇસ કેપ્ટન), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌર, નંદિની શર્મા, જિન્તિમાની કલિતા, સયાલી સતઘરે.

ભારતની ટી20 ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઈસ કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, ઋચા ઘોષ (વિકેટકીપર), જી.કમલિની (વિકેટકીપર), અનુષ્કા શર્મા, દીપ્તિ શર્મા, શ્રી ચરણી, પ્રેમા રાવત, અમનજોત કૌર, ક્રાંતિ ગૌર, નંદિની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી, સયાલી સતઘરે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *