આનો અર્થ એ થયો કે જો તમારે એક દિવસમાં ₹25,000 રોકડા ઉપાડવા હોય, તો તમારે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરવા પડશે. ઉદાહરણ તરીકે તમે પહેલા ₹10,000, પછી ₹10,000 અને ત્રીજી વાર ₹5,000 ઉપાડી શકો છો. પરંતુ, ધ્યાન રાખો કે ATMમાંથી પૈસા ઉપાડ્યા પછી તમારા ખાતામાં ઓછામાં ઓછું ₹500નું બેલેન્સ બચવું ફરજિયાત છે. ખાતામાં ઉપલબ્ધ રકમ કરતાં વધુ ઉપાડવાનો પ્રયાસ કરવાથી ટ્રાન્ઝેક્શન રિજેક્ટ થઈ શકે છે.
