Final Up to date:
સગીર કેતન અશોક વાઘેલાનો મૃતદેહ ગટરના ટાકામાંથી મળી આવ્યો હતો. આ કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
દ્વારકા: ખંભાળિયામાં ત્રણ દિવસથી ગુમ 16 વર્ષના સગીર કેતન અશોક વાઘેલાનો મૃતદેહ ગટરના ટાકામાંથી મળી આવ્યો હતો. આ કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કેતને ગળામાં પહેરેલી સોનાની ચેઈનને કારણે તેના જ મિત્રએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક પિતાની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
હત્યા પાઠળનું કારણ ચોંકાવનારું
આ સમગ્ર મામલે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. આ પોસ્ટમોર્ટમમાં 16 વર્ષના કેતનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક કેતન અશોક વાઘેલાનું તેના મિત્ર હર્ષ નાઘેરાએ જ હત્યા કર્યાનું સામે આવ્યું છે. આ હત્યા પાછળ ચોંકાવનારું કારણ છે. તેના મિત્ર હર્ષે કેતને પહેરેલી સોનાની ચેન માટે હત્યા નિપજાવી હતી. સોનાની ચેઇન માટે મિત્રએ કેતનના ગળામાં ઘા કર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતુ. જોકે, તેણે હત્યા કર્યા બાદ મૃતદેહને રાત્રીના સમયે ખંભાળિયામાં ગટરના ટાકામાં નાંખીને ફરાર થઇ ગયો હતો.
શું છે આખી ઘટના?
દ્વારકાના ખંભાળિયામાં કેતન વાઘેલા નામના સગીરનો મૃતદેહ રામનાથ સોસાયટીના ગટના ટાંકામાંથી મળી આવ્યો હતો. કેતન વાઘેલા ત્રણ દિવસ પહેલાં ગુમ થયો હતો. ત્યારે માતા-પિતા દ્વારા દીકરો ગુમ છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ બુધવારે એટલે કે 20મી માર્ચના રોજ મોડી રાત્રે ટાંકામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આ ઘટના સામે આવતા આખા પંથકમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા.
Dwarka,Jamnagar,Gujarat
March 21, 2025 12:26 PM IST

