દ્વારકા: દરિયાના ઊંચા મોજાં અને ઘુઘવાટા છતાં દ્વારકાના દરિયામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ સ્નાન કરતા જોવા મળ્યા. તંત્ર દ્વારા અહીં દરિયામાં ઉતરીને સ્નાન કરવાની સ્પષ્ટ મનાઈ છે. જેના બોર્ડ પણ લગાવાયા છે. પરંતુ જાણે કે અહીં આવેલા શ્રદ્ધાળુઓને પોતાના જીવની સહેજ પણ ચિંતા ન હોય એમ દરિયામાં ડૂબકી લગાવવા લાગ્યા. જન્માષ્ટમી ઉત્સવને લઈને દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. જે બીજા દિવસે આ રીતે દરિયામાં જોખમી સ્નાન કરતા જોવા મળ્યા. ચોમાસાની સિઝનમાં આમપણ દરિયામાં કરંટ હોવાથી દરિયો સામાન્ય દિવસો કરતાં વધારે તોફાની હોય છે. એવામાં આ રીતે સ્નાન કરવું જીવનું જોખમ સાબિત થઈ શકે છે.
Source link
