આજે વાત એવા બે કિસ્સાની કરવી છે જેમાં એક થોડા દિવસો પહેલાંનો છે અને એક 20 વર્ષ પહેલાંનો છે. સંકટના સમયમાં ટેકનોલોજી હોય પરંતુ સાહસ, અનુભવ અને ટીમવર્ક ન હોય તો કેટલાં માઠાં પરિણામ આવે છે એની વાત કરવી છે. નોઇડામાં એક યુવાન મદદ માંગતો રહ્યો, બચાવ દળો સામે હાજર હતા પણ જીવ બચાવી ન શકાયો અને આજથી 20 વર્ષ પહેલાં અમદાવાદમાં ભયંકર પૂર વચ્ચે એક બોટ ડૂબી, ચાર પત્રકારો પણ ડૂબી જ જવાના હતા પરંતુ ફાયર ફાઈટર્સના સાહસ, સમન્વય, કોઠાસૂઝથી ચારમાંથી કોઈનો વાળ પણ વાંકો ન થયો.
Source link
