Tecno Spark 50S 5G Launch : ટેકનો સ્પાર્ક 50એસ 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે ટેક્નો સ્પાર્કની આ સીરિઝનો બીજો ડિવાઇસ છે. ટેક્નો સ્પાર્ક 50S 5G સ્માર્ટફોન બે કલર ઓપ્શન અને બે રેમ સ્ટોરેજ વિકલ્પમાં રજૂ કરાયો છે.આ ફોન ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6000 સીરિઝ ચિપસેટ પર રન કરે છે. તેમા એક હોરિઝોન્ટલ પિલ શેપ્ટ કેમેરો આઇલેન્ડની અંદર સિંગલ કેમેરા સેટઅપ અને 6500mAh બેટરી આપી છે.
Tecno Spark 50S 5G કિંમત
ભારતમાં ટેકનો સ્પાર્ક 50S 5G ફોનના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ₹ 19,999 છે. તો ટોપ એન્ડ 8GB + 128GB વેરિયન્ટની કિંમત ₹ 22,999 છે. આ સ્માર્ટફોનનું વેચાણ 20 ઓક્ટોબરથી શરૂ થશે. લેટેસ્ટ ટેકનો સ્પાર્ક સ્માર્ટફોન બે બરગંડી રેડ અને બ્રીજ બ્લૂ – બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Tecno Spark 50S 5G સ્પેસિફિકેશન
ટેકનો સ્પાર્ક 50S 5G એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 16 OS સાથે આવે છે. મોબાઇલમાં 6.78 ઇંચની LCD ટચસ્ક્રીન આપી છે, જે HD+ (720 x 1600 પિક્સલ) રિઝોલ્યુશન અને 120Hz સુધી રિફ્રેશ રેટ, 260 ppi પિક્સલ ડેન્સિટી સપોર્ટ કરે છે. આ ફોનમાં ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6400 ચિપસેટ આપી છે, જે 6nm પ્રોસેસર પર બનેલું છે. તેમા 2.0GHz પક ક્લોક્ડ છ એફિશિયન્સી કોર અને 2.5GHz સુધીની પીક ક્લોક સ્પીડ આપનાર બે પર્ફોર્મન્સ કોર સામેલ છે.
ઉપરાંત ટેકનો સ્પાર્ક 50S 5G ફોન મજબૂતી માટે મિલિટ્રી ગ્રેડ MIL STD 810H ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન સાથે આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફોન દોઢ મીટરની ઉંચા પરથી નીચે પડવા પર પણ સુરક્ષિત રહે છે. આ ફોન IP64 રેટિંગ સાથે વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી છે. કંપનીનો દાવો છે કે, ટેકનો સ્પાર્ક 50S 5G સ્માર્ટફોન પાંચ મિનિટ સુધી 20 cm સુધી પાણીમાં સુરક્ષિત રહી શકે છે.
ફોટોગ્રાફી માટે ટેકનો સ્પાર્ક 50S 5G સ્માર્ટફોનની બેક પર LED ફ્લેશ સાથે 50 મેગાપિકસલનો સિંગલ કેમેરો આવે છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે 8MP ફ્રન્ટ કેમેરો મળે છે. આ મોબાઇલને પાવર આપવા માટે 6500mAh બેટરી આપી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
આ પણ વાંચો | ફ્રી કોલિંગ ફીચર સાથે સ્લીમ 5G સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 120Hz ડિસ્પ્લે
ટેકનો સ્પાર્ક 50S 5G સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, વાઇફાઇ, બ્લુટૂથ, USB ટાઇપ સી પોર્ટ, 3.5mm ઓડિયો જેક અને GPS સપોર્ મળે છે. આ સ્માર્ટફોન 168 x 79 x 8mm ડાયમેન્શન અને લગભગ 210 વજન ધરાવે છે.
