મોટો G47 પાવર ફોન લોન્ચ, કિંમત અને ફીચર જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Moto G47 Energy Launch : મોટોરોલા કંપનીએ લેટેસ્ટ સ્માર્ટફોન મોટો જી47 પાવર લોન્ચ કર્યો છે. આ મોટો સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત પાવરફુલ 7000mAh બેટરી અને 108MP કેમેરા છે.  ફોનમાં 6300 ચિપસેટ, IP64 રેટિંગ અને MIL STD 810H ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન જેવા ફીચર મળે છે. જાણો લેટેસ્ટ મોટોરોલા મોબાઇલની કિંમત અને ખાસિયત.

Moto G47 Energy સ્પેસિફિકેશન

મોટો G47 પાવર ફોનમાં 6.67 ઇંચની LCD ડિસ્પ્લે છે, જે HD+ રિઝોલ્યુશન સાથે 1604 × 720 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ અને 1050 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ફોનની ડિસ્પ્લેમાં વોટર ટચ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, એટલે કે પાણી કે તેલ વાળી આંગળીથી ફોનની ટચ સ્ક્રિન વાપરી શકાય છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7i સેફ્ટી મળે છે. की सेफ्टी भी दी गई है।  

મોટોરોલા ફોનમાં પ્રોસેસિંગ માટે મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ આપી છે. તેમા 4GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે, જે માઇક્રોએસડી કાર્ડ વડે 1TB સ્ટોરેજ સુધી વધારી શકાય છે. ફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 16 પર રન કરે છે.

ફોટોગ્રાફી માટે મોટો જી70 પાવર સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો રિયર મેન કેમેરા આપ્યો છે, જે f/1.7 અપર્ચર સાથે 3x લોસલેસ ઝૂમ સપોર્ટ કરે છે.  ઉપરાંત 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 8MP ફ્રન્ટ કેમેરા આપ્યો છે. 

મોટો G47 પાવર ફોનમાં 7000mAh પાવરફુલ બેટરી આપી છે. ફોનની બેટરી 30W TurboPower ફાસ્ટ ચાર્જિંગ અને 6W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં ડોલ્બી એટમોસ સ્ટીરિયો સ્પીકર આપ્યા છે. ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી સપોર્ટ માટે IP64 રેટિંગ,  3.5mm હેડફોન જેક, NFC, અને MIL STD 810H ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન જેવા ફીચર મળે છે.

આ પણ વાંચો | ભારતનો પ્રથમ લિક્વિડ કુલ્ડ ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ, 6500mAh બેટરી અને પ્રેશર સેન્સિટિવ શોલ્ડર બટન

Moto G47 Energy કિંમત

મોટો G47 પાવર સ્માર્ટફોન હાલ યુરોપના બજારોમાં ખરીદવા માટે ઉપલબ્ધ છે. યુકેમાં આ સ્માર્ટફોનના 4GB + 128GB વેરિયન્ટની કિંમત 299.99 પાઉડર (લગભગ ₹ 37,900) છે. આ ફોન 3 કલર ઓપ્શન – પેન્ટોન ન્યુટિકલ બ્લૂ, પેન્ટોન કેપ્રી અને પેન્ટોન ઇમપેન્ટ્રુબલ શેડ્સમાં ઉપલબ્ધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *