જ્યોતિષ જગતમાં ગઢડાનું ગૌરવ, સંજય ભગતને મળ્યો ‘એક્સલેન્સ’ એવોર્ડ

જ્યોતિષ જગતમાં ગઢડાનું ગૌરવ, સંજય ભગતને મળ્યો ‘એક્સલેન્સ’ એવોર્ડ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલી સર્વોપરી ગૌશાળાએ ગૌસેવા, ધર્મ અને જ્યોતિષ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ટૂંકા સમયમાં જ રાજ્ય અને દેશસ્તરે પ્રસિદ્ધિ મેળવનાર ગૌશાળાના સંચાલક સંજય ભગતને અમદાવાદમાં યોજાયેલા મિરલ ફાઉન્ડેશનના વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્સ (ઇંગ્લેન્ડ) કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જ્યોતિષ જગતમાં ગઢડાનું ગૌરવ
જ્યોતિષ જગતમાં ગઢડાનું ગૌરવ

બોટાદ: બોટાદ જિલ્લાના ગઢડામાં સ્થિત સર્વોપરી ગૌ શાળા દિવસ-પ્રતિદિન પ્રસિદ્ધિ મેળવીને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહી છે. તાજેતરમાં અમદાવાદ ખાતે દેશના પ્રસિદ્ધ મિરલ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિકોત્સવ અંતર્ગત વિશ્વ બુક એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર દેશના વિદ્વાન જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સર્વોપરી ગૌ શાળાના સંચાલક સંજય ભગતને “મિરલ ફાઉન્ડેશન” દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્સ ઇંગ્લેન્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દેશની પ્રસિદ્ધ ભવિષ્યવક્તા અને જ્યોતિષ જગતની પ્રતિષ્ઠિત વિભૂતિ મીતા જાનીજીના માર્ગદર્શન હેઠળ સંચાલિત “મિરલ ફાઉન્ડેશન” દ્વારા વર્લ્ડ રેકોર્ડ એક્સલેન્સ (ઇંગ્લેન્ડ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાર્ષિકોત્સવ સાથે દાયકાઓની સાધના, સંશોધન, અનુભવ અને દિવ્ય જ્યોતિષીય ચેતનાનો ભવ્ય ઉત્સવ માણવાનો અવસર ઉપસ્થિત મહાનુભાવોને મળ્યો હતો.

આ સંમેલન જ્યોતિષ જગત માટે એક અનોખું અને દિવ્ય મંચ સાબિત થયું હતું. જ્યાં જ્ઞાન, ભાગ્ય, પ્રતિભા અને સન્માનનો અભૂતપૂર્વ સંગમ જોવા મળ્યો હતો. પાર્ષદ સંજય ભગતને ત્રણ મહત્વના પુરસ્કારો એનાયત કરાયા હતા. જેમાં સંજય ભગતને પ્રતિષ્ઠિત જ્યોતિષ અગ્રણી તરીકે ‘એક્સલેન્સ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે એ સમયના ગૃહમંત્રી અને હાલના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 33 મહિના અને 66 ઇંચની ઊંચાઈ ધરાવતો ‘બ્રહ્મોસ’ અશ્વ, કિંમત 4 કરોડ રૂપિયા

બોટાદ જિલ્લાના ગઢડા ખાતે હરીપર રોડ પર આવેલી સર્વોપરી ગૌશાળાના સંચાલક પાર્ષદ સંજય ભગતે ખૂબ જ ટૂંકા સમયમાં ગૌસેવા ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમો, જ્યોતિષ કાર્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં નામના અને લોકપ્રિયતા હાંસલ કરી છે. આ સિવાય, સંજય ભગતને કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય (જ્યોતિષ સંસ્થાન) દ્વારા, જે હિંદુ ધર્મની આસ્થાનું કેન્દ્ર ગણાય છે, કાશી (વારાણસી)માં ગત વર્ષે યોજાયેલા કાશી જ્યોતિષ મહોત્સવમાં સમગ્ર ભારતીય વિદ્વાન જ્યોતિષીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *