જો જો હોં, આ પાણીનું નહીં દેશી દારૂનું ઝરણું છે!

જો જો હોં, આ પાણીનું નહીં દેશી દારૂનું ઝરણું છે!

ધર્મ RELIGION
Spread the love




ભાણવડ: બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ફરી એકવાર દારુબંધીના લીરેલીરા ઉડ્યા છે. પોલીસે બાતમીના આધારે બરડા ડુંગરમાં આવેલ કહારીયા તળાવ નજીક દરોડા પાડ્યા હતા. જયાંથી 1400 લીટર દેશી દારુમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો તથા 460 લીટર દેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. જો કે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તમામ ત્રણેય આરોપીઓને દબોચી લેવા માટે તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખીય છે કે એક તરફ ગુજરાતમાં દારુબંધી છે તો બીજી તરફ કેટલાક તત્વો દ્વારા યુવાધનને બરબાદ કરવા માટે યેનકેન નુસખાઓ અપનાવવામાં આવતા હોય છે. ત્યારે પોલીસે ફરી એકવાર યુવાધનને બરબાદ કરતી ભઠ્ઠી પર તવાઈ બોલાવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *