ઘરે બનાવો ચટપટી પરંપરાગત ગુજરાતી દાળ ઢોકળી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


નવરાત્રિ શરૂ થઇ ગઈ છે, આવામાં રાત્રિના સમયે ગરબા રમ્યા બાદ ભૂખ પણ વધારે લાગે છે, પરંતુ જો આ સમયે ઘરમાં કોઈ શાકભાજી ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમે ઘરે કોઈ શાકભાજી વગર તમે આ ટેસ્ટી દાળ ઢોકળી ટ્રાય કરી શકો છો, જે ઓછા સમયમાં બની જશે એની બધાને ખાવાની પણ મજા પડશે!

પરંપરાગત ગુજરાતી ઘરોમાં દાળ ઢોકળી એ માત્ર એક વાનગી નથી પરંતુ દરેકનો પ્રિય આહાર છે. થોડા મસાલા અને સાચી પદ્ધતિનો ઉપયોગ કરીને હોટેલ જેવી ટેસ્ટી અને સોફ્ટ દાળ ઢોકળી ઘરે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે.

દાળ માટે જરૂરી સામગ્રી

  • 1 કપ તુવેર દાળ
  • 2 ચમચી સીંગદાણા
  • 2 ચમચી ગોળ
  • 1 ચમચી આંબલીનો રસ કે લીંબુ
  • હળદર
  • લાલ મરચું
  • ગરમ મસાલો
  • રાય-જીરું
  • કઢી પત્તા અને લીલા મરચાં.

ઢોકળી માટે જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો ઝીણો લોટ
  • 2 ચમચી બેસન
  • અજમો
  • હળદર
  • લાલ મરચું
  • તેલનું મોણ અને સ્વાદાનુસાર મીઠું

દાળ ઢોકળી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત

દાળ તૈયાર કરો

તુવેરની દાળને કૂકરમાં બાફીને બ્લેન્ડરથી વલોવી લો. તેમાં સીંગદાણા, ગોળ, આંબલીનો રસ, મીઠું અને મસાલા ઉમેરીને ૨ કપ પાણી ઉમેરી ઉકળવા મૂકો.

આ પણ વાંચો: શું તમે ક્યારેય ચાખી છે ‘મગ દાળ બાટી’? નોંધી લો પ્રોટીનથી ભરપૂર આ ટેસ્ટી રાજસ્થાની ડીશ બનાવવાની સરળ રીત

ઢોકળીનો લોટ બાંધો

ઘઉંના લોટમાં બેસન, અજમો, મસાલા અને તેલનું મોણ નાખીને કઠણ લોટ બાંધી લો. લોટમાંથી મોટી રોટલી વણીને ચોરસ કે હીરા આકારમાં કાપી લો.

દાળમાં ઢોકળી બાફો

દાળ બરાબર ઉકળવા લાગે એટલે એક પછી એક ઢોકળીના ટુકડા ઉમેરતા જાઓ (એકસાથે નાખવાથી ચોંટી જશે). 10-12 મિનિટ સુધી ધીમા તાપે ઢોકળી ચડી જાય ત્યાં સુધી ઉકાળો.

વઘાર કરો

એક નાના વાસણમાં ઘી અથવા તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ, કઢી પત્તા અને સૂકા લાલ મરચાંનો વધાર કરીને દાળ ઢોકળીમાં ઉમેરી દો. ગરમાગરમ દાળ ઢોકળી પર થોડું દેશી ઘી, લીલા ધાણા અને ડુંગળી ભભરાવીને પાપડ સાથે સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *