ગુજરાતમાં ચોમાસું જામ્યું, 173 તાલુકામાં મેઘ મહેર, વલસાડ- નવસારીમાં મુશળધાર વરસાદ, કપરાડામાં 15.63 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં ચોમાસું જામ્યું, 173 તાલુકામાં મેઘ મહેર, વલસાડ- નવસારીમાં મુશળધાર વરસાદ, કપરાડામાં 15.63 ઈંચ વરસાદ ખાબક્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Immediately Gujarat rain fall information: ગુજરાતમાં ફરીથી ચોમાસું જામ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વલસાડ, નવસારી જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડામાં 15.63 ઈંચ વરસાદ જ્યારે નાનાપોન્ડામાં 11 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 21 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 22 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયમાં ગુજરાતમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ અને નવસારી  જિલ્લામાં નોંધાયો હતો. 

વલસાડના કપરાડામાં 15.63 ઈંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં છેલ્લા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ અને નવસારી જિલ્લામાં નોંધાયો હતો. ખાસ કરીને વલસાડના કપરાડામાં 15.63 ઈંચ વરસાદ જ્યારે નાનાપોન્ડામાં 11 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અતિ ભારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

13 તાલુકામાં 5થી 16 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો 

વરસાદના મળતા આંકડા પ્રમાણે 24 કલાકના સમયમાં ગુજરાતમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 13 તાલુકા એવા છે જ્યાં 5થી 16 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાની વરસાદની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો

વરસાદ(ઈંચમાં)

કપરાડા

15.63

નાનાપોંઢા

11.02

ચિખલી

9.61

પારડી

9.37

વાંસદા

9.25

વલસાડ

8.31

ખેરગામ

7.91

વાપી

7.28

વઘઈ

7.2

ધરમપુર

6.77

બારડોલી

5.39

ડાંગ-આહવા

5.04

19 તાલુકામાં 2થી 5 ઈંચ વચ્ચે વરસાદ

વરસાદના મળતા આંકડા પ્રમાણે 24 કલાકના સમયમાં ગુજરાતમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 19 તાલુકા એવા છે જ્યાં 2થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.આ તાલુકાઓમાં મોટાભાગના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં નવી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને નદીઓમાં પૂર આવવાનું જોખમ રહેલું છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *