કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર, હેલ્ધી રાગી ચોકલેટ કેક બનાવવાની રીત

કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર, હેલ્ધી રાગી ચોકલેટ કેક બનાવવાની રીત

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | રેસીપી | ઉનાળો | શું તમે તમારા બાળકો માટે હેલ્ધી અને ટેસ્ટી સ્નેક્સ શોધી રહ્યા છો? તો આ રાગી ચોકલેટ કેક બેસ્ટ ચોઈસ છે. રાગી કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે, અને આ રેસીપીમાં મેંદા કે ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેને સંપૂર્ણપણે ‘ગિલ્ટ-ફ્રી’ બનાવે છે. 

માત્ર ઘઉંનો લોટ, રાગી અને ગોળના ઉપયોગથી બનેલી આ સોફ્ટ અને સ્પોન્જી કેક ચા સાથે કે ડેઝર્ટ તરીકે અદભૂત લાગે છે, આ કેક ઓછા સમયમાં બની જાય છે અને ખાસ વાત એ છે કે ઓવન વગર અદભુત મજેદાર કેક બને છે, જાણો રાગી ચોકલેટ કેક બનાવવાની રીત

રાગી ચોકલેટ કેક રેસીપી 

સામગ્રી 

1/2 કપ રાગીનો લોટ
2 ચમચી ઘઉંનો લોટ
2 ચમચી નારિયેળ પાવડર
1/2 કપ ગોળ પાવડર
1/2 ચમચી બેકિંગ પાવડર
1/4 ચમચી બેકિંગ સોડા
1/3 કપ દહીં
1/2 કપ દૂધ
2 ચમચી રિફાઇન્ડ તેલ
3-4 ટીપાં વેનીલા એસેન્સ

રાગી ચોકલેટ કેક બનાવવાની રીત

એક મોટા બાઉલમાં 1/2 કપ રાગીનો લોટ, 2 ચમચી ઘઉંનો લોટ અને 2 ચમચી કોકો પાવડર ચાળી લો. તેમાં 1/2 ચમચી બેકિંગ પાવડર અને 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરો.

બીજા એક વાસણમાં 1/3 કપ દહીં અને 1/2 કપ ગોળનો પાવડર લઈને બરાબર ફેંટી લો જ્યાં સુધી ગોળ ઓગળી ન જાય. હવે તેમાં 2 ચમચી રિફાઈન્ડ ઓઈલ અને 3-4 ટીપાં વેનીલા એસેન્સ ઉમેરો.

હવે ડ્રાય મિક્સચરમાં તૈયાર કરેલું દહીં-ગોળનું મિશ્રણ ઉમેરો. જરૂર મુજબ 1/2 કપ દૂધ થોડું-થોડું ઉમેરતા જાઓ અને એક જ દિશામાં હલાવીને ગઠ્ઠા વગરનું સ્મૂધ બેટર તૈયાર કરો.

કેક ટીનને તેલથી ગ્રીસ કરો અને બેટર તેમાં રેડો. ઓવનમાં 180 °C પર અથવા કડાઈમાં મીઠું મૂકીને 30-35 મિનિટ સુધી બેક કરો. ટૂથપિક ક્લીન આવે એટલે કેક તૈયાર છે, પછી સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *