જીવનશૈલી | નવરાત્રીના ઉપવાસ દરમિયાન જો તમને કંઈક સોફ્ટ, પૌષ્ટિક અને ઓછું તેલ ધરાવતો નાસ્તો ખાવાનું મન થાય, તો ફરાળી મુઠિયા એક બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે ગુજરાતી મુઠિયા ઘઉં કે ચણાના લોટમાંથી બને છે,
પરંતુ આ ફરાળી વર્ઝનમાં રાજગીરાનો લોટ, છીણેલી દૂધી, પનીર અને મગફળીના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીમ કરીને બનાવવામાં આવતા આ મુઠિયા સ્વાદમાં અદભુત અને પચવામાં એકદમ હળવા હોય છે, જે વ્રત દરમિયાન શરીરને એનર્જી પણ પૂરી પાડે છે.
ફરાળી મુઠિયા રેસીપી
સામગ્રી
- 1/2 કપ છીણેલી દૂધી
- 1/2 કપ પનીર છીણેલું
- 1/2 કપ ધાણાજીરું
- 1/4 કપ મગફળીનો પાવડર
- 1 કપ રાજગીરાનો આટો
- 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ
- 1 ચમચી જીરું પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ
- મીઠું 2 ચમચી દળેલી ખાંડ
- 2 ચમચી તેલ
- 1 ચમચી તલ
વઘાર માટે સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી તલ
- 6-7 મીઠો લીમડો
- 1/2 ચમચી ધાણાજીરું
ફરાળી મુઠિયા બનાવવાની રીત
એક મોટા વાસણમાં છીણેલી દૂધી અને છીણેલું પનીર લો. દૂધીમાંથી કુદરતી પાણી છૂટે છે, તેથી અલગથી વધુ પાણી ઉમેરવાની જરૂર રહેશે નહીં.
હવે તેમાં રાજગીરાનો લોટ, ધાણાજીરું, શેકેલી મગફળીનો પાવડર, આદુ-મરચાંની પેસ્ટ, જીરું પાવડર, લીંબુનો રસ, દળેલી ખાંડ, 2 ચમચી તેલ, 1 ચમચી તલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
બધી સામગ્રીને બરાબર મિક્સ કરીને મુલાયમ લોટ બાંધી લો. જો મિશ્રણ વધુ સુકું લાગે તો જ 2 ચમચી પાણી ઉમેરો.
હાથ પર થોડું તેલ લગાવી લોટમાંથી મુઠિયા બનાવી લો. ઢોકળિયા કે સ્ટીમરમાં તેલ લગાવેલી થાળી પર આ મુઠિયા ગોઠવીને 15 મિનિટ માટે મધ્યમ આંચ પર બાફી લો. ચાકુ વડે ચેક કરો, જો ચાકુ સાફ બહાર આવે તો મુઠિયા બફાઈ ગયા છે.
દમ આલુ ભૂલી જાઓ, લસણ ડુંગળી વગરની આ રેસીપી બનશે મજેદાર!
મુઠિયા થોડા ઠંડા થાય એટલે તેના ગોળ ટુકડા કરી લો. એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તલ અને મીઠો લીમડો ઉમેરો. તલ ફૂટે એટલે તેમાં 1/2 ચમચી ધાણાજીરું ઉમેરીને તરત જ કાપેલા ફરાળી મુઠિયા ઉમેરી દો.
મધ્યમ આંચ પર 2 મિનિટ માટે મુઠિયાને વઘારમાં સાંતળી લો જેથી બહારનું પડ હળવું ક્રિસ્પી થઈ જાય. ગરમાગરમ ફરાળી મુઠિયાને ફરાળી લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.
