ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ, મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા તપાસના આદેશ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્ક પાસે અભિનેતા ટાઈગર શ્રોફની કાર નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. આરોપ છે કે મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ત્યાં પહોંચીને ગોળીબાર કર્યો હતો. શરૂઆતી અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટાઈગર શ્રોફ સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે.

જોકે ANIના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અભિનેતા સુરક્ષિત છે અને તેમને કોઈ ગોળી વાગી નથી. અહેવાલો અનુસાર, આ ઘટનામાં ટાઈગર શ્રોફના ડ્રાઈવર અને એક ઓટો-રિક્ષા ચાલક ઘાયલ થયા છે.

શું ટાઈગરને ધમકીઓ મળી હતી?

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અગાઉ એવી ખબરો આવી હતી કે અભિનેતાને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાથીદાર ગણાતા ‘હેરી બોક્સર’ તરફથી ધમકીઓ મળી હતી. આ ઘટનાને લઈને રાજકીય વિવાદ પણ સર્જાયો છે. કોંગ્રેસ નેતા સચિન સાવંતે મુંબઈની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે અને મહારાષ્ટ્ર સરકાર પર ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા સચિન સાવંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ગોળીબારના સમાચાર અત્યંત આઘાતજનક છે. મુંબઈમાં આખરે થઈ શું રહ્યું છે? બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાનના નિવાસસ્થાન પર ગોળીબાર અને વિવિધ અભિનેતાઓ તથા ફિલ્મ નિર્માતાઓને મળેલી ધમકીઓ-મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.”

દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા

સચિન સાવંતે આરોપ લગાવ્યો કે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત બગડી રહી છે, જેના કારણે શહેરમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા તેમના વહીવટીતંત્રને સંપૂર્ણ નિષ્ફળ ગણાવ્યું. આ મામલે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનરને તપાસ કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ₹4 લાખના બંગલાને માન્યો હતો અશુભ, આજે જીતેન્દ્ર ₹1414 કરોડના રિયલ એસ્ટેટ સામ્રાજ્યના માલિક

મહારાષ્ટ્ર અને બિહારની સરખામણી કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે મહારાષ્ટ્રની હાલત બિહાર જેવી થઈ ગઈ છે પરંતુ હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે મહારાષ્ટ્ર કરતા બિહાર વધુ સારું લાગી રહ્યું છે. સાવંતે રાજ્ય સરકારની આકરી ટીકા કરતા આરોપ લગાવ્યો કે સરકારની નિષ્ફળતાને કારણે મુંબઈ ગુનેગારોના ચુંગાલમાં ફસાઈ રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *