આજના સમાચાર, મનોજ જરાંગ પાટીલે 20 દિવસ બાદ ભૂખ હડતાળ સમાપ્ત કરી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Right this moment Information : મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટિલે 17 સપ્ટેમ્બર ગુરુવારના રોજ 20 દિવસની ભૂખ હડતાલ પાછી ખેંચી લીધી છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને તેમની માંગણીઓ પર વિચાર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. ગુરવારે બીડ જિલ્લાના પટોડા ખાતે સમર્થકોને સંબોધિત કરતી વખતે તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

મનોજ જરાંગે કહ્યું કે, સતત ઉપવાસને કારણે તેની શારીરિક સ્થિતિ ખૂબ જ નબળી પડી છે. તેણે કહ્યું કે 12 સપ્ટેમ્બરથી IV ફ્લૂઇડ બંધ કર્યા પછી તેમને હાથ અને પગ હલાવવામાં મુશ્કેલી પડી હતી. મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈની લાંબી મુસાફરી કરવી તેમના માટે શક્ય ન હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 76માં જન્મદિવસ શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી છે.

જેમા તેમણે લખ્યું છે – વડાપ્રધાન @narendramodi ને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. છેલ્લા 25 વર્ષોમાં, મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન, તમે સુશાસનના ઘણા નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે અને સમાવેશી વિકાસને અભૂતપૂર્વ ગતિ અને દિશા પ્રદાન કરી છે. સાંસ્કૃતિક ગૌરવની ભાવના સાથે આધુનિક પ્રગતિના માર્ગ પર ચાલીને, આપણા દેશવાસીઓ વારસા અને વિકાસના તાલમેલને સાકાર કરી રહ્યા છે. હું ભગવાનને તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું, જેથી તમે જાહેર સેવા અને રાષ્ટ્ર નિર્માણના તમારા મિશનને આગળ ધપાવતા રહી શકો.

  • Sep 17, 2026 08:33 IST

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 76માં જન્મદિવસ શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી છે. જેમા તેમણે લખ્યું છે – વડાપ્રધાન @narendramodi ને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. છેલ્લા 25 વર્ષોમાં, મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન, તમે સુશાસનના ઘણા નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે અને સમાવેશી વિકાસને અભૂતપૂર્વ ગતિ અને દિશા પ્રદાન કરી છે. સાંસ્કૃતિક ગૌરવની ભાવના સાથે આધુનિક પ્રગતિના માર્ગ પર ચાલીને, આપણા દેશવાસીઓ વારસા અને વિકાસના તાલમેલને સાકાર કરી રહ્યા છે. હું ભગવાનને તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું, જેથી તમે જાહેર સેવા અને રાષ્ટ્ર નિર્માણના તમારા મિશનને આગળ ધપાવતા રહી શકો.

  • Sep 17, 2026 08:28 IST

    મરાઠા અનામત: મનોજ જરાંગ પાટીલે 20 દિવસ બાદ ભૂખ હડતાળ સમાપ્ત કરી

    મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટિલે 17 સપ્ટેમ્બર ગુરુવારના રોજ 20 દિવસની ભૂખ હડતાલ પાછી ખેંચી લીધી છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને તેમની માંગણીઓ પર વિચાર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. ગુરવારે બીડ જિલ્લાના પટોડા ખાતે સમર્થકોને સંબોધિત કરતી વખતે તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

    મનોજ જરાંગે કહ્યું કે, સતત ઉપવાસને કારણે તેની શારીરિક સ્થિતિ ખૂબ જ નબળી પડી છે. તેણે કહ્યું કે 12 સપ્ટેમ્બરથી IV ફ્લૂઇડ બંધ કર્યા પછી તેમને હાથ અને પગ હલાવવામાં મુશ્કેલી પડી હતી. મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈની લાંબી મુસાફરી કરવી તેમના માટે શક્ય ન હતી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *