PM નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્ત અમિત શાહ વડનગરમાં ઉપસ્થિત

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Information : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્ત તેમના જન્મસ્થાન વડનગરમાં બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા છે.

અમિત શાહ વડનગરમાં, શર્મિષ્ઠ તળાવની મહાઆરતી કરી

પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહે ઉપસ્થિર રહ્યા હતા. અમિત શાહે સવારે વડનગર સ્થિત પૌરાણિક શર્મિષ્ઠા તવાળની મહા આરતી કરી હતી. શર્મિષ્ઠ તળાવની ઉંડાઇ આશરે 1500 ફુટ છે અને 360 પગથિયાં છે.

વડનગર થી વારાણસી બાઇક યાત્રા પ્રસ્થાન

અમિત શાહે આજે વડનગર થી વારાણસી બાઇક યાત્રા પ્રસ્થાન કરાવી હતી. વડનગરથી થયેલી થયેલી આ બાઇક યાત્રા 10 રાજ્યો, 193 જિલ્લા અને 1195 ગામોમાંથી પસાર થશે અને છેલ્લે વારાણસી પહોંચશે. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણા જિલ્લાના 73 થી વધુ ધાર્મિક સ્થળો પર વિશેષ દીપ પ્રાગટ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આગામી 7 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના છે. આથી આ તારીખે વડનગર નીકળેલી આ બાઇક યાત્રા 7 ઓક્ટોબરે વારાણસી પહોંચશે. 

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમિત શાહ ઉપરાંત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ સીએમ હર્ષ સંઘવી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ઘણા રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિર રહ્યા હતા. 

PM મોદીના જન્મદિવસ નિમિત્ત દીપ પ્રાગટ્ય કાર્યક્રમ

પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત દીપ પ્રાગટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા 17 સપ્ટેમ્બરના રોજ નાગરિકોને તેમના ઘરે સાંજે એક દીપક પ્રગટાવવા અપિલ કરી છે. ઉપરાંત મંદિર અને જાહેર સ્થળો પર ખાસ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. આથી દિવાળી અને નવરાત્રી પહેલા ગુજરાત સહિત દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે.

અમિત શાહ સાંજે અમદાવાદ આવશે, કાંકરિયા તળાવે સવા લાખ દીપ પ્રગટાવાશે

વડનગરમાં કાર્યક્રમ પતાવ્યા બાદ અમિત શાહ અમદાવાદ આવશે. અહીં તેઓ 5 વાગે આસપાસ જગન્નાથ મંદિરમાં આરતી અને દર્શન કરશે. ત્યારબાદ કાંકરિયા લેક ફ્રન્ટમાં આશીર્વાદનો દીપો કાર્યક્રમમાં ભાગ લેશે. આ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં 1.25 લાખ દીપક પ્રગટાવવાં આવશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *