આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે.

આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા મંદિરોમાં 72 કલાક ઓમકાર નાદના ગુંજારવથી ભક્તિમય વાતાવરણનું નિર્માણ થવાનું છે. 

Somnath Swabhiman Parva begins
ધોળેશ્વર મહાદેવના મહંતશ્રીએ મુખ્યમંત્રીનું શાલ અર્પણ કરીને અભિવાદન કર્યું હતું. {Photograph}: (સોશિયલ મીડિયા)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઓમકાર નાદમાં ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદીરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. તેમણે આ સામુહિક ઓમકાર નાદમાં સહભાગી થવાનો સૌને અનુરોધ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને વધુ ઉજાગર કરવાની તક આપણને સૌને મળી છે.

Gandhinagar Dholeshwar Mahadev
મુખ્યમંત્રીએ ઓમકાર નાદની શરૂઆત પૂર્વે ધોળેશ્વર મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. {Photograph}: (સોશિયલ મીડિયા)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને મંદિરો – દેવાલયોમાં થતાં સામુહિક ઓમકાર નાદ અથવા તો પોતાના ઘરે પણ સમય મળે ત્યારે ઓમકાર મંત્ર સ્મરણ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા અપીલ કરી હતી. 

મુખ્યમંત્રીએ ઓમકાર નાદની શરૂઆત પૂર્વે ધોળેશ્વર મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.  મુખ્યમંત્રીએ બહેનો દ્વારા થઈ રહેલા ભજન-કિર્તનનું પણ શ્રવણ કર્યું હતું. ધોળેશ્વર મહાદેવના મહંતશ્રીએ મુખ્યમંત્રીનું શાલ અર્પણ કરીને અભિવાદન કર્યું હતું. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *