અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

ધર્મ RELIGION
Spread the love


દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા જીવદયાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ ગ્રુપ દ્વારા મૂંગા જીવો માટે રેસ્ક્યુથી માંડી સારવાર અને નિભાવ સહિતના કામ કરવામાં આવે છે. જેમાં છેલ્લા બે વર્ષથી ભાણવડ તથા આસપાસના વિસ્તારોના અશક્ત બળદોને આશરો આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધ થતાં, અશક્ત થતાં, કામ ના થાય તેવા બળદોની સેવા કરવામાં આવે છે. એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા શિવ નંદી આશ્રમની સ્થાપના કરવામાં આવી છે, જેમાં હાલ 89 જેટલા બળદો સારવાર લઈ આશરે જિંદગીના છેલ્લા દિવસો વિતાવી રહ્યા છે.

એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, દાતાઓની મદદથી સાડા આઠ લાખના ખર્ચે વિશાળ શેડ બનાવવામાં આવ્યો છે. જેમાં દાતાઓના સહયોગથી અશક્ત બળદોની સેવા કરવામાં આવે છે. એક માત્ર સેવાના ઉદ્દેશથી આ સત્કાર્યની સુવાસ સમગ્ર ભાણવડ પંથકમાં પ્રસરી રહી છે. સુવિધાસભર વિશાળ ડોમમાં પંખાની સગવડ સાથે બળદોને રોજ લીલો-સૂકો ચારો, કડબ, મગફળીનો પાલો, સિઝનમાં તરબૂચ, દૂધી, રીંગણ, કોબીજ, મેથી જેવા શાકભાજી ખવડાવવામાં આવે છે.

News18

માત્ર આશરો જ નહીં પરંતુ બીમાર, અશક્ત બળદ માટે ખાસ વ્યવસ્થા થાય છે. વૃદ્ધ અને અશક્ત બળદ બેઠેલ રહે તો નસો જામ થઈ જવાથી મૃત્યુ થાય તેવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. તેવામાં સ્પેશ્યલ બે ઘોડી બનાવવામાં આવી છે, જેના દ્વારા બળદોને હેરફેર કરવા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક પગ ભાંગેલા તથા રોગથી પીડાતા બળદો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:
જબરો ખેડૂત! જમ્બો કેસર કેરીના 85 ઝાડ ઉગાડ્યા, એક ફળનું વજન 500 ગ્રામ, આટલા મળે ભાવ

એટલું જ નહીં આજુબાજુના વિસ્તારમાં નિરાધાર કે અશક્ત બળદ જોવા મળે તો ત્યાં ખાસ એમ્બ્યુલન્સ મારફતે ટીમ દોડી જાય છે અને બળદનું રેસ્ક્યુ કરી આશ્રમ સુધી લઈ આવવામાં આવે છે, જ્યાં આશરાની સાથે સાથે ચારા-પાણીની પણ વ્યવસ્થાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં છે. આ ઉપરાંત એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા દર વર્ષે જુદા જુદા સરીસૃપનો રેસ્ક્યુ કરી તેને નવજીવન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અસંખ્ય જીવોની સેવા કરવામાં આવી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *