Ahmedabad Rain Replace: અમદાવાદ શહેરમાં આજ સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. માત્ર એક જ કલાકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે નોકરી જતા લોકો ટ્રાફિકજામનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. મણિનગરમાં છેલ્લા એક કલાકથી સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે એલજી હોસ્પિટલની આસપાસના વિસ્તારો, રાણીપ અને નવા વાડજમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/ahmedabad-waterlogging-2026-07-23-11-52-28.jpg)
બીજી તરફ પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર પણ પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પરથી વહેતા વરસાદી પાણીને કારણે જાણે નાની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરના મકરબા અને કોર્પોરેટ રોડ પણ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/ahmedabad-underpass-closed-2026-07-23-11-51-58.jpg)
અમદાવાદ 3 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ
અમદાવાદ શહેરમાં વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને તથા વાહનચાલકોની સુરક્ષાને ખાતરીબદ્ધ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ભારે પાણી ભરાઈ જવાના કારણે મકરબા અંડરપાસ, અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવાયા છે અંડરપાસ બંધ થવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા વાહનવ્યવહારને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/sg-highway-rain-2026-07-23-11-53-24.jpg)
વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે આવક અને શહેરમાં સતત પડી રહેલા વરસાદને પગલે સાબરમતી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીના જળસ્તરને નિયંત્રિત કરવા માટે પૂર નિયંત્રણ વિભાગ દ્વારા વાસણા બેરેજના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
📢 #Update
👉 આજે સવારે 11 વાગ્યે વાસણા બેરેજમાંથી 21,640 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું 🌨️
👉 વાસણા બેરેજના કુલ 8 ગેટ ખોલવામાં આવ્યા.#AhmedabadRain#RainUpdate#SabarmatiRiverpic.twitter.com/Csjr45qfZE
— Information Ahmedabad GoG (@infoahdgog) July 23, 2026
તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
