અનોખો કેસ: 45 વર્ષ પહેલા 100 રુપિયાના ઘઉંની ચોરી કરી હતી, આરોપી હવે પકડાયો

અનોખો કેસ: 45 વર્ષ પહેલા 100 રુપિયાના ઘઉંની ચોરી કરી હતી, આરોપી હવે પકડાયો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

ખલટકા વિસ્તારના પ્રભારી મિથુન ચૌહાણે જણાવ્યું કે, એક અન્ય આરોપીની શોધ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, સલીમ કરિયાણાની દુકાન દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર-AI
પ્રતિકાત્મક તસવીર-AI

ખરગોન: મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાંથી એક વૃદ્ધ વ્યક્તિને લગભગ 45 વર્ષ પહેલા ઘઉં ચોરીના એક કેસમાં ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે જાણકારી આપી છે. મંડલેશ્વરની અનુવિભાગીય પોલીસ અધિકારી શ્વેતા શુક્લાએ રવિવારે જણાવ્યું કે, સલીમ અને તેના અન્ય છ સાથીદારોએ 1980માં બાલસમુંદના કાકડ વિસ્તારમાં ખેતરમાંથી ઘઉં ચોરી લીધા હતા. તેમણે કહ્યું કે તે સમયે સલીમ 20 વર્ષનો હતો.

ચોરી થયેલા ઘઉંની કિંમત 100 રૂપિયા હતી

અધિકારીએ જણાવ્યું કે, ચોરી કરેલા ઘઉંની કિંમત 100 રૂપિયા હતી અને તે સમયે એક ક્વિંટલ (100 કિલો) સારી ક્વોલિટીના ઘઉંની કિંમત 1.25 રૂપિયા પ્રતિ કિલો હતી. એસડીઓપીએ જણાવ્યું કે, બલકવાડા વિસ્તારના બલખડ ગામના રહેવાસી સલીમ ચોરી બાદ ભાગી ગયો અને પાડોશી ધાર જિલ્લાના બાગ વિસ્તારમાં પોતાના દીકરા સાથે કરિયાણાની દુકાન ચલાવવા લાગ્યો. તેમણે કહ્યું કે આ કેસ કોર્ટમાં પેન્ડિંગ રહ્યો, જ્યારે સલીમ વિરુદ્ધ વોરન્ટ ચાલુ હતું.

પોલીસે આરોપીને કોર્ટમાં મોકલ્યો

ખલટકા વિસ્તારના પ્રભારી મિથુન ચૌહાણે જણાવ્યું કે, એક અન્ય આરોપીની શોધ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, સલીમ કરિયાણાની દુકાન દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યો છે. ઓળખની પુષ્ટિ થયા બાદ શનિવારે તેની ધરપકડ કરી લીધી.

મિથુન ચૌહાણે કહ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેમનું માનવું હતું કે, આટલા વર્ષો બાદ કેસને ભુલાવી દીધો હશે અને તે કાનૂની કાર્યવાહીથી બચતો ગયો. ચૌહાણે જણાવ્યું કે સલીમને અહીં એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને ન્યાયિક ધરપકડમાં મોકલી દીધો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *