સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેન શરૂ થશે, શિડ્યુલ, રૂટ અને સ્ટોપેજ સહિત તમામ વિગત જાણો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Surat Udaipur Vande Bharat Practice : સુરતના લોકોને ભારતીય રેલવે તરફથી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા સુરત રેલવે સ્ટેશનથી ઉપડતી પ્રથમ વંદે ભારત ટ્રેન શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. નવી ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. નવી ટ્રેન શરૂ થતા ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે ટ્રેન કનેક્ટિવિટી સરળ અને સુવિધાજનક બનશે. જાણો સુરત વંદે ભારત ટ્રેનનું ટાઇમ ટેબલ, સ્ટોપેજ સહિત તમામ વિગત

સુરત ઉદયપુર વંદ ભારત ટ્રેન

રેલવે વિભાગ દ્વારા સુરત ઉદયપુર વંદ ભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વંદે ભારત ટ્રેન સુરત થી ઉદયપુર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડશે. મંગળવારે આ ટ્રેન દોડશે નહીં. નવી ટ્રેન શરૂ થતા સુરતવાસીઓને અમદાવાદ અને ઉદયપુર અવરજવર કરવામાં સરળતા રહેશે. નવી વંદે ભારત ટ્રેનની ઘોષણા સાથે ગુજરાતને તેની છઠ્ઠી પ્રીમિયમ ટ્રેન મળી છે. 

સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેન ક્યારે શરૂ થશે

સુરત વંદે ભારત ટ્રેન 8 કોચ સાથે પાટા પર દોડાવવામાં આવશે. રેલવે બોર્ડે આપેલી વિગત મુજબ સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેન નવરાત્રી પહેલા શરૂ કરવામાં આવી શકે છે. તેનાથી દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકોને મધ્ય ગુજરાત કે રાજસ્થાન જવામાં ફાયદો થશે. 

સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેન રૂટ

નવી વંદે ભારત ટ્રેન સુરત થી ઉદયપુર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડાવવામાં આવશે. આ ટ્રેનને સમગ્ર મુસાફરી દરમિયાન 9 સ્ટોપેજ આપવામાં આવ્યા છે જેમા – ભરૂચ, વડોદરા, આણંદ, મણીનગર, અસારવા અમદાવાદ, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર છે. સુરતમાં આ ટ્રેનની પ્રાથમિક મેઇન્ટેનન્સ ફેસેલિટી રહેશે. આ ટ્રેન સુરતથી ઉપડશે અને ઉદયપુર છેલ્લે સ્ટેશન હશે. તો વડોદરા અને અસારવા અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં પાણી ભરવામાં આવશે.

સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેન ટાઇમ ટેબલ

સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયાના તમામ દિવસોમાં દોડશે. આ ટ્રેન સુરતથી સવારે 6.10 વાગે ઉપડશે અને બપોરે 1.40 વાગે ઉદયપુર પહોંચશે. તો રિટર્નમાં આ વંદે ભારત ટ્રેન ઉદયપુરથી બપોરે 3.35 વાગે ઉપડશે અને રાતે 11 વાગે સુરત રેલવે સ્ટેશને પહોંચશે. એટલે કે ટ્રેન 7.30 કલાકમાં સુરત થી ઉદયપુરનું અંતર કાપશે.  

અમદાવાદથી ઉપડતી આ ટ્રેન બંધ

રેલવે વિભાગે નવી વંદે ભારત ટ્રેનની ઘોષણા સાથે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ પહેલાથી દોડી રહેલી ટ્રેન નંબર 26963/26964 ઉદયપુર સિટી – અસારવા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કાયમી ધોરણ બંધ કરવામાં આવી છે. આ ટ્રેન ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનનો રૂટ સૂરત સુધી લંબાવવામાં આવ્યો છે. આથી હવે અસારવાથી ઉપડતી વંદે ભારત ટ્રેન હવે સુરત થી ઉદયપુર વચ્ચે દોડશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *