SIR Draft Checklist : ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાર યાદી સુધારાણ પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી પંચે ગયા વર્ષે જૂનમાં મતદાર યાદીમાં સુધારો કરવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 13 કરોડથી વધુ નામ ડ્રાફ્ટ લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ લિસ્ટમાં સૌથી દિલ્હીમાં 32.8 ટકા અને મહારાષ્ટ્રમાં 21.1 ટકા મતદારો ઘટાડો જોવા મળ્યો છે.
દિલ્હી અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા SIR બાદ ઘટીને 97.53 લાખ થઇ છે, જે SIR પૂર્વે 1.45 કરોડ હતી. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં ડ્રાફ્ટ લિસ્ટમાં મતદારોની સંખ્યા 9.78 કરોડથી ઘટીને 7.71 કરોડ થઈ ગઈ છે. આ સાથે, 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં કુલ 6.15 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા SIR ત્રીજા તબક્કાની જાહેરાત
ચૂંટણી પંચે 14 મેના રોજ એસઆઈઆરના ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 16 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સુધારેલી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જ્યારે બે રાજ્યો (નાગાલેન્ડ અને ત્રિપુરા)માં આગામી બે મહિનામાં વસ્તી ગણતરી શરૂ થવાની છે.
મહારાષ્ટ્રના CEO કાર્યાલય તરફથી એક નિવેદન દર્શાવવામાં આવ્યું છે કે 3.56 ટકા મતદારોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. 15.78% કાયમી ધોરણે અન્યત્ર જતા રહ્યા / ગેરહાજર / અન્ય હતા અને 1.81% બહુવિધ સ્થળોએ નોંધાયેલા હતા. જેના કારણે તેમના નામ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
દિલ્હીના SIR આંકડા ચોંકાવનાર
દિલ્હીમાં લગભગ એક તૃતીયાંશ (29.86 ટકા) મતદારોને ગેરહાજર / સ્થાનાંતરિત / અન્ય શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા, 1.95 ટકા મતદારો મૃત્યુ પામ્યા હતા અને 0.98 ટકા એક કરતા વધુ સ્થળોએ નોંધાયેલા હતા. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ જેમના નામ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી ખોટી રીતે હટાવી દેવામાં આવ્યા છે તેઓ આગામી એક મહિનામાં અંતિમ યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી શકે છે.
ત્રીજા તબક્કામાં, ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સિવાય દેશના બાકીના ભાગોને આવરી લીધા હતા, જ્યાં તેણે કહ્યું હતું કે વસ્તી ગણતરીની ચાલુ કામગીરી અને હવામાનની સ્થિતિને કારણે એસઆઈઆર પછીથી કરવામાં આવશે. આસામના ચૂંટણી પંચે કહ્યું છે કે જ્યાં સુધી રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરની (NRC) પેન્ડિંગ યાદી પ્રકાશિત નહીં થાય ત્યાં સુધી તે SIRની કામગીરી કરશે નહીં.
3 તબક્કામાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કેટલા નામ દૂર કરવામાં આવ્યા હતા?
SIR બાદ અત્યાર સુધીમાં ત્રણેય તબક્કામાં ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી 13.37 કરોડ મતદારોના નામ હટાવી દેવામાં આવ્યા છે, જે એસઆઈઆર પહેલાની મતદાર યાદીની તુલનામાં 14.1 ટકા ઓછા છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 32.80 ટકા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં 29.60 ટકા, તેલંગાણામાં 21.70 ટકા, મહારાષ્ટ્રમાં 21.10 ટકા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 20.60 ટકા નામ દૂર કરાયા છે.
છેલ્લા બે દાયકાથી, ચૂંટણી પંચે સઘન સુધારાણા કામગીરી કરી ન હતી (જેમા મતદાર યાદીઓ નવેસરથી તૈયાર કરવામાં આવે છે) પરંતુ તેના બદલે વાર્ષિક ધોરણે અને ચૂંટણી પહેલા વિશેષ સંક્ષિપ્ત સુધારાઓ કરવાનું પસંદ કર્યું હતું, જેમા હાલની યાદીમાંથી નામ ઉમેરવા અથવા કાઢી નાખવામાં આવે છે.
એસઆઈઆરમાં ચૂંટણી પંચે નવી પ્રક્રિયા વિકસાવી છે. જે અંતર્ગત તમામ નોંધાયેલા મતદારોએ એક મહિનાની અંદર એન્યૂમરેશન ફોર્મ જમા કરાવવાના રહેશે. 2000ના દાયકાની શરૂઆતમાં થયેલી છેલ્લી સઘન સુધારણા કામગીરીમાં મતદાર યાદીમાં પોતાના નામ અથવા પોતાના માતાપિતાના નામ સાથે મેચ કરવાના હોય છે અને તમારી યોગ્યતા સાબિત કરવા માટે દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર હોય છે.
SIR પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી
ચૂંટણી પંચના 24 જૂન, 2025 ના એસઆઈઆરના આદેશને પડકારતી અનેક અરજીઓએ સુપ્રીમ કોર્ટમાં પંચની સત્તાઓ અને એસઆઈઆરમાં અપનાવવામાં આવેલી કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા હતા. કોર્ટે આ વર્ષે મે મહિનામાં તેના ચુકાદામાં એસઆઈઆરના આદેશને માન્ય રાખ્યો હતો.
