Sara Tendulkar Protein Espresso Advantages : દિવસની શરૂઆત કોફી અને ચા થી કરવી એ લોકોની રોજિંદી આદત છે. જોકે લોકો હવે તેને સુધારવા માંગે છે અને તેને ફક્ત કેફીન સુધી મર્યાદિત રાખવા માંગતા નથી પરંતુ તેને હેલ્ધી ડ્રિંક્સ બનાવવા માંગે છે. ખાસ કરીને તે લોકો જેમને તેમની રોજિંદી પ્રોટીનની જરૂરિયાતોને પુરી કરવામાં મુશ્કેલી પડે છે.
હાલમાં ઇન્સ્ટાગ્રામ રીલમાં સારા તેંડુલકરે તેનું મનપસંદ મોર્નિંગ ડ્રિંક અને તેને કેવી રીતે બનાવવું તે શેર કર્યું હતું. એક્સપર્ટે કહ્યું કે તે દિવસની શરૂઆત કેફીન સાથે પ્રોટીનનો સમાવેશ કરીને કરે છે. તે સવારે કોફીને હેલ્ધી ડ્રિંક બનાવે છે અને તેનું સેવન કરે છે. સારા સવારે ખાંડ વગરની ચોકલેટ પ્રોટીન પાવડરમાં બરફ નાખીને પીવે છે. જો તમે તેને વધુ ચોકલેટી બનાવવા માંગતા હો તો પછી તમે એક ચમચી ખાંડ વગરનો કોકો પાવડરનો ઉપયોગ કરી શકો છો.
તેમાં કેટલાક ચિયા સીડ્સ, કોફી અને બદામનું દૂધ ઉમેરો તો તેની સુગંધ સારી આવે છે અને ડ્રિંક્સ પીવામાં મજા આવે છે. સારાએ કહ્યું કે તે તેના પ્રોટીન લક્ષ્યોને પહોંચી વળવા માટે દરરોજ કોફી પીવે છે. ચાલો તેમના કોફી સામગ્રી અને પ્રોટીનની જરુરિયાતને સમજીએ અને ડાયેટિશિયન પાસેથી સંપૂર્ણ માહિતી મેળવીએ.
સારા આ ડ્રિંક્સ બનાવવા માટે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે
- ચોકલેટ પ્રોટીનનો એક સ્કૂપ
- અડધો કપ કોફી
- એક મોટી ચમચી ખાંડ વગરનો કોકો પાવડર
- એકથી બે ચમચી ચિયા બીજ
- અડધો કપ બદામનું દૂધ
ત્રણ-ચાર બરફના ટુકડા - આ ડ્રિંક્સમાં કેફીનની સાથે પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટનો સમાવેશ કરવામાં આવ્યો
શું આ ડ્રિંક્સ દૈનિક પ્રોટીન અને ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે?
ટોન 30 પિલેટ્સની ફિટનેસ ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ એશલિષા જોશીએ જણાવ્યું હતું કે સારા જે કોફીનું સેવન કરે છે તે તેની રોજિંદી પ્રોટીનની જરૂરિયાતને પૂર્ણ કરે છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ સવારે પૂરતા પ્રમાણમાં પ્રોટીન મેળવી શકતા નથી. આ કોફીમાં વપરાતા પ્રોટીન પાવડર 15-25 ગ્રામ સુધી પ્રોટીન પ્રદાન કરી શકે છે, જે સ્નાયુઓની સંભાળ, રિકવરી અને પેટ ભરેલા રહેવામાં મદદ કરે છે.
આ પણ વાંચો – આ બીજ રોજ માત્ર એક મુઠ્ઠી ખાવ, પોષક તત્વોથી છે ભરપૂર
ચિયા બીજ ફાઇબર અને હેલ્ધી ફેટ પ્રદાન કરે છે, જ્યારે બદામનું દૂધ લો કેલરી બેઝ પ્રદાન કરે છે. નિષ્ણાંતોએ કહ્યું કે આ કોફી સંપૂર્ણ નાસ્તાનો વિકલ્પ ન હોવો જોઈએ. સવારના નાસ્તામાં જટિલ કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, હેલ્ધી ફેટ અને સૂક્ષ્મ પોષકતત્ત્વોનો સમાવેશ થવો જોઈએ. આ ડ્રિંક્સ વર્કઆઉટ પહેલાં તંદુરસ્ત પીણું સાબિત થઈ શકે છે.
શું કોફીમાં પ્રોટીન અને ફાઇબર ઉમેરવાથી કેફીનની અસર બદલાય છે?
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખાલી પેટે કોફી પીવાથી કેફીન ઝડપથી શોષાય છે, જે ત્વરિત ઉર્જા આપે છે પરંતુ પછીથી ગિરાવટ પણ આવી શકે છે. પ્રોટીન અને ફાઇબર પાચનને ધીમું કરે છે, જે ઊર્જાને લાંબા સમય સુધી જાળવી રાખે છે. પ્રોટીન અને ફાઇબરનું કનેક્શન પેટ ભર્યું રહેવામાં મદદ કરે છે અને સવારની ભૂખ ઘટાડે છે. ચિયા બીજ જેવા ફાઇબરથી ભરપૂર બીજ બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
કોણે સાવચેતી રાખવી જોઈએ?
આ ડ્રિંક્સ દરેક માટે હેલ્ધી સાબિત ના થઈ શકે. જે લોકોને કેફીનથી એલર્જી હોય અથવા લેક્ટોઝ ઇનટોલરેન્સ હોય તેવા લોકોએ કોફીનું સેવન કરવું જોઈએ નહીં. સંવેદનશીલ પાચન અથવા ઇરેટિબલ બાઉલ સિન્ડ્રોમવાળા લોકોએ પોતાને અનુકુળ હોય તે પ્રોટીન પાવડર પસંદ કરવો જોઈએ. જેમ કે પ્લાંટ બેસ્ડ અથવા લેક્ટોઝ-ફ્રી વિકલ્પ.
પ્રોટીન પાવડર અથવા ચિયા બીજનું અચાનક સેવન પેટનું ફૂલવાનું કારણ બની શકે છે. થાઇરોઇડના દર્દીઓએ દવા લીધા પછી તરત જ કોફી પીવી જોઈએ નહીં, કારણ કે કેફીન દવાના શોષણમાં દખલ કરી શકે છે. ઓછામાં ઓછા 30-60 મિનિટનું અંતર રાખવું વધુ સારું છે.
ફિટનેસની દ્રષ્ટ્રીએ આ ડ્રિંક્સ વજન કંટ્રોલ કરવા અને સ્નાયુઓની જાળવણીમાં મદદ કરી શકે છે, પરંતુ તેનું સેવન આખા દિવસના સંતુલિત આહારનું સ્થાન લઇ શકે નહીં. એથ્લેટ્સ અથવા ખૂબ જ સક્રિય લોકોને સવારે વધુ સંતુલન અને વધુ પોષણની જરૂર હોય છે.
