Mushroom Tikki Recipe : સાંજે જ્યારે હળવી ભૂખ લાગે છે ત્યારે ઘણી વખત ખબર નથી પડતી કે શું ખાવું. આ સમય દરમિયાન ચા સાથે હળવું, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ખાવાનું મન કરે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર બહારથી સમોસા, ટિક્કી, પકોડી અને અન્ય સ્ટ્રીટ ફૂડ મંગાવીને ખાય છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય તે જરૂરી નથી. જો તમે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને સાથે સમાધાન કરવા માંગતા નથી તો તમે ઘરે મશરૂમ ટિક્કી બનાવી શકો છો.
પ્રોટીન, ફાઇબર અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર મશરૂમ ટિક્કી બનાવવી ખૂબ જ સરળ છે. તમે તેને ટૂંકા સમયમાં બનાવી શકો છો. ચાલો જાણીએ તેમાં કઇ કઇ સામગ્રી ઉમેરવામાં આવે છે અને તેની તૈયારીની સરળ રીત શું છે.
મશરૂમ ટિક્કી બનાવવા માટેની સામગ્રી
- 200 ગ્રામ ઝીણા સમારેલા મશરૂમ્સ 2
- 2 છૂંદેલા બાફેલા બટાકા
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 2 મોટી ચમચી બ્રેડના ટુકડા
- 2 મોટી મચી કોર્નફ્લોર અથવા ચણાનો લોટ
- 2 ચમચી ઝીણા સમારેલી લીલા ધાણા
- અડધી ચમચી લાલ મરચું પાવડર
- અડધી ચમચી ધાણા પાઉડર
- એક ચુટકી ગરમ મસાલા
- 1-2 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
આ રીતે ઓછા સમયમાં મશરૂમ ટિક્કી બનાવો
સૌ પ્રથમ મશરૂમ્સને સારી રીતે ધોઈ લો અને પાણીને સંપૂર્ણપણે સૂકવવા દો, પછી બારીક કાપી લો. હવે એક કઢાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં ડુંગળી, લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ ફ્રાય કરી લો. હવે સમારેલા મશરૂમ્સ ઉમેરો અનેહ હાઇ ફ્લેમ પર પકાવો, જ્યાં સુધી તેનું વધારાનું પાણી સંપૂર્ણપણે સૂકાઈ ના જાય.
હવે આ મિશ્રણને એક પ્લેટમાં રાખી ઠંડું થવા માટે રાખો. જ્યારે મિશ્રણ ઠંડું થઇ જાય ત્યારે તેમાં છૂંદેલા બટાકા, બ્રેડના ટુકડા, કોર્નફ્લોર, કોથમીર અને બધા મસાલા મેળવી સારી રીતે મિક્સ કરી લો. તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના ગોળાકાર અથવા સપાટ ટિક્કી તૈયાર કરી લો.
મેથી અને વરિયાળી પાણી પીવાના 6 જોરદાર ફાયદા, શરીર રહેશે ફિટ
હવે નોન-સ્ટીક પૅન પર હલકું તેલ લગાવી ટિક્કી બન્ને બાજુએથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. સ્વાદ વધારવા માટે તમે ટિક્કીમાં છીણેલું પનીર ઉમેરી શકો છો. ટિક્કીને વધુ ક્રિસ્પી બનાવવા માટે તેમને બ્રેડના ટુકડાઓમાં લપેટી લો અને તેને શેકી લો.
તમે સાંજની ચા સાથે અથવા ફુદીનાની ચટણી, આમલીની ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ગરમ મશરૂમ ટિક્કી સર્વ કરી શકો છો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે ઉપર ચાટ મસાલા અને લીંબુનો રસ નાખી શકો છો.
