2027 TVS Raider 125 launched : ટીવીએસ મોટરે તેની લોકપ્રિય 125 સીસી બાઇક રાઇડરને નવા ફીચર્સ સાથે અપડેટ કરી છે. 2027 TVS રાઇડર 125 માં હવે સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ, ઇમરજન્સી બ્રેક વોર્નિંગ, વાઇડ રીઅર ટાયર અને 27W USB Sort-C ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે, જે આ બાઇકના ટોપ મોડેલમાં જ જોવા મળશે. બાઇકનું એન્જિન અને ગિયરબોક્સ પહેલા જેવું જ છે. એટલે કે આ વખતે જે ફેરફાર કરવામાં આવ્યા છે તે મુખ્યત્વે સેફ્ટી, ટાયર અને ટેકનોલોજી સાથે જોડાયેલા છે.
ટીવીએસ રાઇડર 125 કિંમત
અપડેટ રાઇડર 125 ના પસંદગીના વેરિઅન્ટ્સની એક્સ-શોરૂમ કિંમત (નવી દિલ્હી) આ પ્રમાણે છે.
- રાઇડર SXC DD – 1,00,330 રુપિયા
- રાઇડર TFT DD – 1,03,330 રુપિયા
બાઇક ટ્રેક્શન કંટ્રોલથી વધુ સલામત રહેશે?
ટીવીએસ રાઇડર 125ના નવા અપડેટમાં સૌથી આકર્ષક ફીચર ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (ટીસીએસ) છે. આ સિસ્ટમ ખાસ પરિસ્થિતિઓમાં પાછળના વ્હીલની પકડ જાળવવામાં મદદ કરે છે. ભીના રસ્તા, રેતી અથવા ઓછી ગ્રિપવાળી સપાટી પર રેસ આપવા દરમિયાન પાછળનું વ્હિલ લપસવાનું શરૂ થાય તો ટ્રેક્શન કન્ટ્રોલ એન્જિનના પાવરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ સિસ્ટમને સ્વિચ પણ કરી શકાય છે. કંપની તરફથી તેને 125 સીસી મોટરસાયકલ સેગમેન્ટનું ખાસ ફિચર બતાવવામાં આવ્યું છે. ઇમરજન્સી બ્રેક વોર્નિંગ પણ એક નવું ફીચર છે.
અપડેટ કરેલા રાઇડર 125માં ઇમરજન્સી બ્રેક વોર્નિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. તે અચાનક તીવ્ર બ્રેક લગાવતી વખતે પાછળ ચાલી રહેલા વાહન ચાલકને સતર્ક કરવામાં મદદ કરે છે. આનાથી પાછળથી ટક્કર થવાનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.
મોટી રિયર ડિસ્ક બ્રેક પણ ઉપલબ્ધ
ટીવીએસએ રાઇડર 125ના રિયર ટાયરમાં પણ ફેરફાર કર્યા છે. અગાઉ તેમાં 110-સેક્શન રિયર ટાયર મળતું હતું, જ્યારે અપડેટ મોડલમાં 120-સેક્શન પહોળા ટાયર છે. પહોળા ટાયર બાઇકને રસ્તા પર વધુ સારી પકડ અને વધુ મજબૂત લુક આપવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત પાછળના વ્હીલની નાની પેટલ ટાઇપ ડિસ્ક બ્રેકને બદલીને મોટી પરંપરાગત ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ ફેરફારોનો હેતુ બાઇકની રાઇડિંગ અને બ્રેકિંગમાં સુધારો કરવાનો છે.
USB Sort-C ચાર્જિંગ પોર્ટ
આજકાલ બાઇક પર નેવિગેશન અને કોલ એલર્ટ માટે સ્માર્ટફોનનો ઉપયોગ સામાન્ય છે, આને ધ્યાનમાં રાખીને, ટીવીએસ મોટરે નવા રાઇડર 125 માં 27W આઉટપુટ સાથે USB ટાઇપ-સી ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ આપ્યું છે. આથી મુસાફરી દરમિયાન કમ્પૈટિબલ સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસને ચાર્જ કરી શકાય છે.
હ્યુન્ડાઇ ની નવી એસયુવી Bayon નો સામે આવ્યો લુક, બુકિંગ શરુ, જાણો સંભવિત કિંમત અને ફિચર્સ
ટોપ વેરિઅન્ટમાં ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ મળે છે, જે સ્માર્ટફોન કનેક્ટિવિટી અને નેવિગેશન સહિત 99 થી વધુ કનેક્ટેડ ફિચર્સને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે અને કનેક્ટેડ ફીચર્સ વેરિઅન્ટ અનુસાર અલગ હોઈ શકે છે.
એંજિન અને પર્ફોમન્સમાં કોઈ ફેરફાર નથી
નવા ફિચર્સ હોવા છતાં ટીવીએસ રાઇડર 125 ના એન્જિનમાં કોઈ મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં પહેલાની જેમ 125 સીસી, એર /ઓઇલ-કૂલ્ડ, થ્રી-વાલ્વ એન્જિન મળે છે. આ એન્જિન 11 બીએચપી પાવર અને 11 એનએમ ટોર્ક જનરેટ કરે છે અને તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ બાઇકમાં એલઇડી હેડલાઇટ, એલઇડી ડીઆરએલ, એલઇડી ટેઇલલાઇટ્સ, રાઇડિંગ મોડ્સ, સ્પ્લિટ સીટ ઓપ્શન, ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક અને રિયર મોનોશોક જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
