
Learn how to Verify Jaggery Purity : આજના સમયમાં ખાવા-પીવામાં મોટા પાયે ભેળસેળ થઇ રહી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. ચોખા, દાળ, મીઠું, તેલ, ગોળ વગેરે જેવી વસ્તુઓમાં ભેળસેળ ઘણી વખત જોવા મળે છે.
ગોળમાં પણ ભેળસેળ
ગોળ ખાવાના પણ અનેક ફાયદા છે, પરંતુ આજના સમયમાં તેમાં ભેળસેળ પણ થઇ રહી છે. આવી સ્થિતિમાં તે મહત્વનું છે કે તમે અસલી અને નકલી ગોળને ઓળખવાનું શીખો.
ચાખીને ચેક કરો
અસલી ગોળનો સ્વાદ હળવો મીઠો હોય છે અને માટીની સુગંધ જેવો હોય છે. જ્યારે નકલી ગોળનો સ્વાદ તીખો અને ખૂબ જ મીઠો હોય છે. તેને ખાવાથી ઘણીવાર જીભ પર લાગે છે.
રંગ દ્વારા ઓળખો
તમે રંગ જોઈને અસલી અને નકલી ગોળને પણ ઓળખી શકો છો. અસલી ગોળનો રંગ આછો બદામી હોય છે, જ્યારે નકલી ગોળનો રંગ ખૂબ જ ચમકીલો અથવા ઘેરો પીળો હોય છે. જો ગોળ ચમકદાર લાગે તો તેમાં ભારે ભેળસેળ થઈ શકે છે. કેમિકલવાળઆ ગોળ જ વધુ ચમકીલા હોય છે.
હાથથી તોડીને ચેક કરો
અસલી ગોળને તમે હાથથી તોડીને પણ ઓળખી શકો છો. અસલી ગોળને તોડવો સહેલો છે, જ્યારે નકલી ગોળ વધુ કઠણ હોય છે. તેને કોઈ વસ્તુ સાથે ઘણી વખત તોડવું પણ પડી શકે છે. અસલી ગોડ હાથમાં ચોંટતો નથી.
આદુના ઉપયોગથી કબજિયાત, ગેસ અને બ્લોટિંગથી મળશે છૂટકારો, જાણો કેવી રીતે
પાણીથી કરો ટેસ્ટ
તમે પાણી દ્વારા અસલી ગોળનું પરીક્ષણ પણ કરી શકો છો. આ માટે તમે પહેલા પાણીમાં થોડો ગોળ નાખો. જો ગોળ અસલી હશે તો તે ધીમે ધીમે સ્થિર થશે અને પાણી ચોખ્ખું રહેશે. સાથે જ નકલી ગોળ પાણીમાં ઓગળતા જ તેમાં ગંદકી કે રંગ છોડી શકે છે.
ગંધથી કરો ઓળખ
અસલી ગોળમાં કુદરતી અથવા માટીની સુગંધ હોય છે. જ્યારે નકલી ગોળમાં કેમિકલની વાસ આવે છે. જો ગોળની સુગંધ આવે ત્યારે તેમાં તીખી વાસ આવતી હોય તો તેમાં કેમિકલ્સ ભેળવેલું હોઈ શકે છે.
