Gujarat Accident : અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાલથેરા ગામ નજીક સ્કોર્પિયો કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. કુલ ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
સગાઇ પ્રસંગમાં જતા હતા
આ યુવકો બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે અને એક યુવકનું સોલા હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મૃતકોમાં સાગરભાઇ વિજયભાઈ સોલંકી, પ્રેમ ચંદ્રેશભાઇ ચુનારા અને દેવાંગભાઈનો સમાવેશ થાય છે.
સ્કોર્પિયો કારનો કચ્ચરખાણ
આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કારનો કચ્ચરખાણ નીકળી ગયો હતો. ખુશીના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં હાર થઈ, AAP એ મેદાન માર્યું
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો હતો. હિંમતનગર નજીક હાઈવે ઉપર ખાનગી બસે ઈકો કારને અડફેટે લેતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા.
